Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ફુલછાબ ચોક- રામનાથપરા- નાણાવટી ચોક સહિતના વિસ્તારમાંથી ૨૪ રેંકડી-કેબીનના દબાણો હટાવાયા

૫૬ માલસામાન, ૮૨૭ કિલો શાકભાજી-ફળ જપ્ત કર્યાઃ હોકર્સ ઝોનમાં ચેકીંગઃ ૧.૧૫ લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ,તા.૧૫: દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં શહેરનાં વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ૮૦ રેકડી,કેબીન તથા પરચુરણ માલ સામાન તથા ૮૨૭ કિલો શાકભાજી , ફળ જપ્ત કરી દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સાતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૨ સપ્ટેમ્બર થી તા.૧ થી ૧૨ સુધીમાં ફુલછાબ ચોક, રામનાથ પરા, મવડી મેઇન રોડ, જયુબેલી માર્કેટ,  પુષ્કરધામ રોડ,રૈયા  રોડ, કાલાવડ રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, જકાત નાકા, માર્કેટીંગ યાર્ડ સહિતનાં વિસ્તારોમાંથી ૨૪ રેકડી-કેબીન, ૫૬ પરચુરણ માલ સામાન તથા ૮૨૭ કિલો શાકભાજી-ફળ સહિત જપ્ત કરવામાં અવ્યા હતા.

વહીવટી-મંડપ ચાર્જ

જયારે  જયુબેલી માર્કેટ, યુનિ.રોડ, સંતકબીર રોડ પરથી ૧,૦૭,૮૯૦નો મંડપ ચાર્જ તથા રૈયા રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ પરથી રૂ. ૯૦૦૦નો વહીવટી ચાર્જ હોકર્સ ઝોનમાંથી વસુલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પુષ્કરધામ હોકર્સઝોન, સાધુવાસવાણી હોકર્સઝોન, ચંન્દ્રેશનગર હોકર્સઝોન, જયુબેલીમાર્કેટ, ધરાર માર્કેટ, ભકિતનગર,  હુડકો માર્કેટ સહિતનાં હોકર્સ ઝોનમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.

(3:51 pm IST)