Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

હનીટ્રેપના ગુનામાં પકડાયેલ મહિલા આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧પઃ એક વર્ષથી વોન્ટેડ હનીટ્રેપના ગુનામાં પકડાયેલા મહિલા આરોપીને અદાલતે જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના 'કુવાડવા રોડ' પોલીસ સ્ટેશનના ગુના ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૮૬, ૩૪ર, ૩૬પ, પ૦૬(ર), ૧૧૮ ત્થા જી.પી. એકટ કલમ ૧૩પ મુજબની ફરીયાદ-ફરીયાદી દીપભાઇ સંજયભાઇ ગાજીપરા એ આ કામના આરોપી દિવ્યાબેન ગુણવંતભાઇ મકવાણા વગેરે સામે નોંધાવેલી.

ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પુર્વ આયોજતી કાવતરૂ રચી આરોપીએ નાઇટ સેટલમેન્ટ છોકરી સાથે કરી આપવા રૂપિયાની ડીલ કરીને પૈસા પડાવવાના ઇરાદે બોલાવી, જે મોરબી જકાતનાકે બોલાવી અને ફરીયાદી હસ્તકની કારમાં બેસેલ અને રૂપિયા લઇ લીધેલ અને આ કામના અન્ય આરોપીઓએ જણાવેલ કે છોકરી બભાબતે પોલીસમાં પકડાવી દેવાનું જણાવી, હથીયાર બતાવી, ભય બતાવી, સેટલમેન્ટ માટે વધુ રૂપિયાની માંગણી કરી વગેરે રીતે ગેરકાયદેસર રીતે ગુનો કરેલ.ફરીયાદના અનુસંધાને તપાસનીસ અધિકારીએ આ કામના આરોપી દિવ્યાબેન ગુણવંતભાઇ મકવાણા વગલેરેની ધરપકડ કરી, આ કામના આરોપીને લોઅર કોર્ટમાં રજુ કરતા, કેસની હકીકત તેમજ બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને લોઅર કોર્ટે આરોપીને રૂ. ૧પ,૦૦૦/- લઇને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એન. બોરચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ. કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી. બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશર, સી. એચ. પાટડીયા, જયેશભાઇ જે. યાદવ એન. સી. ઠકકર વગેરે રોકાયેલા હતા.

(5:03 pm IST)