Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મચ્છરજન્ય રોગચાળાનો ફૂફાંડો યથાવતઃ ૪૯ કેસ

શહેરમાં સપ્તાહમાં ડેન્ગ્યુનાં ૪૩, મેલેરિયાનાં ૧ તથા ચીકનગુનીયાનાં ૪ દર્દી નોંધાયા : ડેંગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના સીઝનનો કુલ આંક ૪૩૮એ પહોંચ્યો : આજ બપોર સુધીમાં કોરોનાના શૂન્ય કેસ

રાજકોટ તા. ૧૫ :શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ ં મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ,  મેલેરિયાના ૪૯  કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૮  થી તા. ૧૪  સુધીમાં ડેન્ગ્યુના ૪૩ તથા મેલેરીયાના ૧ તથા ચિકનગુનિયાના ૪ સહિત કુલ ૪૯ કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૩૬૨, મેલેરીયાના ૫૦ તથા ચિકનગુનિયાનાં ૨૬ કેસ નોંધાયા છે.

મચ્છર ઉત્પતિ દેખાતા રૂ.૧૩  હજરનો દંડ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વેય ૪૦,૮૯૭ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૪૮૩૧ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ  હતુ. બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં ૫૦૬ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેેલ છે.

આ તપાસ દરમિયાન મચ્છર ઉત્પતિ જોવા મળતા બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ, રહેણાંક સહિતનાં ૧૦૬૪ને નોટીસ પાઠવી રૂ.૧૩ હજરનો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૫૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૮  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૩૧૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૬૦,૫૫૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૫૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૩  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:31 pm IST)