Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મતદારયાદી સૂધારણા બૂથ ઉપર ઝૂંબેશઃ ગઇકાલે ૧ દિવસમાં નામ ઉમેરવા ૧૦૩૧૭ ફોર્મ ભરાયાઃ કુલ ૧૮૭૦૦ ફોર્મ આવ્યા

પ થી ૭ BLO ગેરહાજર હોય નોટીસો ફટકારાશેઃ સૌથી વધુ રાજકોટ રૂરલમાં ર૬પ૧ તો સૌથી ઓછા દક્ષિણ રાજકોટમાં ૮૧૭ ફોર્મ આવ્યા

રાજકોટ તા.૧પઃ ચૂંટણી પંચ દ્વારા હાલ ગુજરાતભરમાં મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગઇકાલે બૂથ ઉપર ખાસ ઝૂંબેશ હતી, રાજકોટ શહેર-જીલ્લામાં રર૪ર મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે પ દરમિયાન BLO ની ઉપસ્થિતીમાં નામ ઉમેરવા-નામકમી-સૂધારણા સ્થળાંતરના કુલ ૧૮૭ર૧ ફોર્મ ભરાયા હતા, જેમાં ૧૦૩૭૧ ફોર્મ નામ ઉમેરવા માટે ભરાયા છે, યુવા વર્ગમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે નામ કમી માટે ૪પ૯પ, નામ કમી માટે ર૭પપ તથા નામ સ્થળાંતર માટે ૧૦પ૪ ફોર્મ ભરાયા છે.

નામ ઉમેરવામાં સૌથી વધુ રાજકોટ રૂરલ વિસ્તારમાં ર૬પ૧ તો સૌથી ઓછા રાજકોટ દક્ષિણ ક્ષેત્રમાં ૮૧૭ ફોર્મ ભરાયા છે. જયારે પૂર્વ મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇના વિસ્તાર પશ્ચિમ રાજકોટના ૯પ૮, પૂર્વ રાજકોટમાં ૧૦૪૮ ફોર્મ BLO સમક્ષ આવ્યા હતા.

આ ઉપરાંત જસદણ-૧૦૮૦, ગોંડલ-૧૧૮૦, જેતપુર-૧૪૭૯, તો ધોરાજી વિધાનસભા વિસ્તારમાં-૧૧૦૪ ફોર્મ ભરાયા છ.ેએકંદરે રવિવારની ખાસ ઝૂંબેશને સફળતા રહીહતી. હવે આવતા રવીવારે ર૧મીએ બૂથ ઉપર ખાસ ઝૂંબેશ યોજાશે.

(4:59 pm IST)