Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટ જિલ્લાના પપ૧ ગામોમાં પ્રથમ ડોઝનું ૧૦૦% રસીકરણઃ હજુ ૪૧૦૦૦ લોકો બાકી

૧૦,૯૦,૪૧૦ લોકોને પ્રથમ અને ૬,૬૧,ર૪પ લોકોને બીજો ડોઝ અપાશે

રાજકોટ તા. ૧પ : રાજયમાં રસીકરણ અભિયાન વેગથી ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લાએ તેમાં બુલંદ સૂર પૂરાવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા ગામડાઓ અને નગરોમાં ૧૭,પર,૩૬૦ કોરાના રસીના ડોઝ અપાઇ ગયા છે.

રાજકોટ જિલ્લાના પ૯ર પૈકી પપ૧ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થઇ ગયું છે બીજા ડોઝનું ૬ર ટકા જેટલુ રસીકરણ થયું છે. સરકારે રસીકરણ પાત્ર લોકોની સંખ્યા નકકી કરવામાં મતદાર યાદી અને ર૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડા ધ્યાને લીધા છ.ે બન્ને આંકડાઓમાં વિસંગતતા છે. જિલ્લા પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ ૧૧,ર૬,૦૦૦ લોકો રસીપાત્ર છે. તે પૈકી ૧૦૯૦૪૧૦ લોકોને પ્રથમ અને ૬૬૧ર૪પ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. હવે રાજકોટ જિલ્લામાં બન્નેમાંથી એકપણ ડોઝ ન લીધો હોય તેવી સંખ્યા ૪૧ હજાર જેટલી છે.

ધોરાજી, ઉપલેટા પંથકમાં હજુ રસીકરણ અપેક્ષાથી ઓછું છે. ચોકકસ સમુદાયના લોકોમાં રસીકરણ પ્રત્યે ઉદાસીનતા દેખાય છ.ે જેના માટે એકથી વધુ કારણો ચર્ચામાં છ.ે

(4:59 pm IST)