Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મતદાર નોંધણી પ્રક્રિયા પારદર્શક કરોઃ 'આપ'ની રજુઆત

રાજકોટઃ આમ આદમી પાર્ટી દ્વારા આજે કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણીને રજુઆત કરીને જણાવ્યું છે કે સેનેટની ચુંટણી સંદર્ભે મતદાર નોંધણી પારદર્શક કરવા માંગ કરી હતી. આ વખતે રાજભા ઝાલા, શિક્ષણ સેલ શહેર પ્રમુખ દિગુભા વાઘેલા, સુરજ બગડા, ભાવેશ પટેલ, જયદીપસિંહ જાડેજા,  પિયુષ ભંડેરી, પ્રણવ ગઢવી સહીતના નજરે પડે છે.

રાજકોટ, તા., ૧પઃ વિવાદી અને ગેરરીતી માટે બદનામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ-ભાજપની ભાગબટાઇ સામે વિકલ્પ બનવા હવે આપ તૈયાર થયું છે.

આજે આમ આદમી પાર્ટીના રાજભા ઝાલા, શિક્ષણ સેલ રાજકોટ શહેરના દિગુભા વાઘેલા, સુરજ બગડા, ભાવેશ પટેલ, જયદીપસિંહ જાડેજા, પિયુષ ભંડેેરી, પ્રણવ ગઢવી સહીતનાએ કુલપતિ પ્રો. નિતીનભાઇ પેથાણીને રજુઆત કરીને મતદાર નોંધણી પ્રક્રિયા પારદર્શક કરવા માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે મતદાર નોંંધણીમાં પારદર્શકતા જળવાય અને વધુમાં વધુ મતદારો નોંધાય તે માટે મતદાર નોંધણી ઓનલાઇન કરવી તેમજ રોજેરોજની મતદાર નોંધણીની માહીતી જાહેર કરવાથી પારદર્શકતા જળવાશે અને ભુતકાળમાં થયેલ  ગેરરીતીઓને અવકાશ નહી રહે.

(5:18 pm IST)