Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મ.ન.પા.ના તમામ વિભાગો એક સાથેઃ રાજમાર્ગોમાં તડાપીટ બોલાવશે

કાલથી છાપરા-ઓટલાના દબાણો દુરઃ વેરાવસુલાત થશેઃ અખાદ્ય પદાર્થોનો નાશ

દર અઠવાડીયા ત્રણ રસ્તાઓ પર ઝૂંબેશઃ મંગળવારે વેસ્ટઝોન, ગુરૂવારે સેન્ટ્રલ અને શનિવારે-ઇસ્ટઝોનમાં તંત્ર તુટી પડશે

રાજકોટ તા. ૧પ : મ.ન.પા.ના તમામ વિભાગો એક-સંપ કરી અને કાલથી શહેરના રાજમાર્ગો પર તડાપીટ બોલાવી રસ્તાપરના માર્જીન-પાર્કિંગના દબાણો દુર કરાશે સાથો સાથ રસ્તાપરની મિલ્કતોનો બાકીવેરો વસુલવા તેમજ રસ્તાપરની ખાણી પીણીની દુકાનોમાંથી અખાદ્ય વસ્તુઓ નાશ કરશે. તેમજ રસ્તા પર ખાડા રીપેરીંગ કરવા રીપેરીંગ વગેરે કામગીકરી ઝૂંબેશાત્મક રીતે હાથ ધરાશે.

આ અંગે સતાવાર જાહેર થયેલ વિગતો મુજબ આવતીકાલથી મ.ન.પા.દ્વારા વન-વીકથી રોડ ડઇવ શરૂ થશે.

આ ઝંૂબેશ હેઠળ દર આઠવાડીયા ત્રણ રોડ પર મ.ન.પા.ની ટી. પી. શાખા, જગ્યા રોકાણ ટેકસ, બાંધકામ, સોલીડ વેસ્ટ વિભાગ તેમજ રોશની વિભાગ અને આરોગ્યની ફુડ શાખા આ તમામ વિભાગો એક સાથે એક જ રોડ પર પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી માટે તુટી પડશે.

જેમાં ટી. પી. શાખા માર્જીન-પાર્કીંગમાંથી છાપરા-ઓટલા જેવા કાયમી દબાણો દુર કરાવશે.

જગ્યા રોકાણ વિભાગ, દુકાનો બહાર માલ-સામાન રાખી રસ્તા પર થતુ દબાણ દુર કરાવશે.

ટેકસ વિભાગ રોડ પર આવતી મિલ્કતોનો બાકીવેેરો વસુલ કરવાની કાર્યવાહી કરશે જયારે ફુડ વિભાગ ખાણી-પીણીની દુકાનોમાં ચેકીંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ તેમજ ખાદ્યચીજોનાં નમૂનાઓ લેવાની કામગીરી કરશે. અને સોલીફ-વેસ્ટ વિભાગ પ્લાસ્ટીક જપ્તી અને ગંદકી સબબ દંડ વસુલાતની કામગીરી કરશે.

આ તમામ વિભાગો એક સંપ કરી એક જ રસ્તા પર તુટી પડશે.

નોંધનીય છે કે, દર અઠવાડીયાનાં મંગળવારે વેસ્ટ ઝોનનાં કોઇપણ એક રસ્તા ઉપર, ગુરૂવારે સેન્ટ્રલ ઝોનનો રસ્તો તેમજ શનિવારે ઇસ્ટઝોનનો ૧ રસ્તો એ પ્રકારે એક અઠવાડીયામાં ત્રણ રોડ પર આ ઝૂંબશાત્મક કાર્યવાહી થશે. આવતીકાલે વેસ્ટ ઝોનનાં રસ્તા પરથી ઝૂંબેશ શરૂ થશે.

(5:19 pm IST)