Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

એક વર્ષ પહેલાં રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવારમાંથી ફરાર થઇ ગયેલા રમેશ રાણા મકવાણાને ક્રાઇમ બ્રાન્ચે મક્કમ ચોકથી પકડ્યો: હત્યા, લૂંટ, જમીન કૌભાંડ, રાયોટિંગ સહિત 11 ગુનામાં સંડોવણી

સિદ્ધરાજસિંહ જાડેજા અને મયુર પટેલની બાતમી: પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે પકડ્યો

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાંથી એક વર્ષ પહેલાં પોલીસને ચકમો આપી ભાગી ગયેલા અને 11 જેટલા ગુનામાં સંડોવાયેલા રમેશ રાણાભાઇ મકવાણા (ઉ.વ. ૪૪ રહે. નાની અમરેલી ગામ ના પડધરી જી. રાજકોટ)ને ક્રાઇમ બ્રાન્ચના સિધ્ધરાજસિંહ જાડેજા તથા મયુરભાઇ પટેલની બાતમી પરથી મક્કમ ચોકમાંથી પકડી લેવાયો છે.

આરોપી રમેશ રાણાભાઇ મકવાણા પ્રદયુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોણકી ગામના જમીન કૌભાંડના ગુન્હામાં જેલમા હોય અને સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ થયેલ ત્યાથી રજા આપતા તા.૧૧/૦૯/૨૦૨૧ ના રોજ રાજકોટ સરકારી હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તા માંથી ભાગી ગયો હતો. તેના વિરુદ્ધ અલગ અલગ કોર્ટના વોરંટ પણ પેંડીંગ હતા.

આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ:-

રાજકોટ ગ્રામ્ય લોધીકા પો.સ્ટે. ૧. ૨૫/૨૦૦૪ આઇ.પી.સી. કલમ ૩૬૬, ૫૦૬(૨), ૧૧૪,

રાજકોટ ગ્રામ્ય પડઘરી પો.સ્ટે. સે, ૩૧૦૨/૨૦૦૮ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ બી.પી.એકટ કલમ ૧૩૫

રાજકોટ શહરે બી. ડીવી. પો.સ્ટે. ફ. ૨૩૨/૨૦૦૯ આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૩, ૫૦૬(૨), ૧૮૮

રાજકોટ શહરે રાજકોટ તાલકુા પો.સ્ટે. ફ. ૩૨૩/૨૦૦૯ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૬, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૨૦૧, ૧૮૮,૧૨૦(બી),૩૪, ૫૦૬(૨), ૩૨૩,

રાજકોટ શહરે ડી.સી.બી. પો.સ્ટે. ફ. ૦૯/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) વી.

રાજકોટ શહરે રાજકોટ તાલકુા પો.સ્ટે. ફ. ૧૭૩/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) રાજકોટ શહરે રાજકોટ તાલકા પો.સ્ટે. સે. ૩૭/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૫૦૬(૨), ૫૦૪,૩૨૩

રાજકોટ ગ્રામ્ય પડઘરી પો.સ્ટે. સે. ૩૦૨૧/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪

રાજકોટ શહરે રાજકોટ તાલકુા પો.સ્ટે. ફ. ૧૩૭/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૯૭,૩૨૫

રાજકોટ ગ્રામ્ય પડઘરી પો.સ્ટે. ફ. ૩૧/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ રાજકોટ શહરે પ્રધ્યમ નનગર પો.સ્ટે. ફ. ૧૧૨૦૮૦૫૫૨૦૦૦૬૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૫, ૧૧૪, ૧૨૦(બી).

આ ગુનામાં પકડવાનો બાકી: રાજકોટ શહરે પ્રધ્યમુ નનગર પો.સ્ટે. ફ. ૧૧૨૦૮૦૪૪૨૦૧૪૫૬/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૨૨૪,રાજકોટ શહેરડી.સી.બી. પો.સ્ટે. ફ. ૧૧૨૦૮૦૫૫૨૦૦૨૬૪/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૨૨૫,૧૧૪

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તેમજ એસીપી ડી.વી.બસીયાની સૂચનાથી આ કામગીરી પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ. પી.એમ ધાખડા તથા પો.હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ., નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવી દ્વારા કરવામા આવેલ છે.

(10:00 pm IST)