Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઇન્‍કમટેક્ષનાં વિવાદાસ્‍ત કેઇસોમાંથી કરદાતાઓએ માનસીક શાંતી મેળવવા

‘‘વિવાદ સે વિશ્વાસ સ્‍કીમ''

ઈન્‍કમટેક્ષ રીર્ટન ભરેલ કરદાતાઓએ દર્શાવેલ આવક ઉપરાંત આવકવેરા અધિકારીઓ દ્વારા ઘણી વખત આવકમાં વધારો કરેલ હોય છે. તે ઉપરાંત કરદાતાઓના બેન્‍કમાં વ્‍યવહારો રોકડમાં કરેલ હોય તેમાં નોટીસ કાઢી આવકવેરા અધિકારીઓ દ્વારા મોટી રકમનો ઉમેરો કરી આકરણી કરવામાં આવેલ હોય તેવા ભારતમાં લગભગ ૪,૮પ,૦૦૦ કેઇસોમાં કરદાતાઓએ અપીલ, ટેબ્‍યુનલ, હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમના સેટલમેન્‍ટ કમીશનમાં અરજીઓ પેન્‍ડીંગ છે. આ બધા કરદાતાઓ તેની અપીલોનાં જજમેન્‍ટની રાહ જુએ છે. અપીલોનું પરિણામ શું આવશે તે તેમના એડવોકેટ કે તજજ્ઞો સી.એ.પણ જાણતા નથી. કારણ કે જજમેન્‍ટ તો જજ દ્વારા કરદાતાની ફેવર અથવા અનફેવરમાં પણ આવે ત્‍યારે ફરી આગલી ઓથોરીટી પાસે અપીલ કરવી પડે છે. ત્‍યાં સુધી ટેક્ષની રકમ ઉપરાંત તેનાં ઉપર વ્‍યાજ, દંડ, પેનલ્‍ટીનું ચક્કર ચાલુ જ રહે છે. અને તમામ કરદાતા જેવા કે વ્‍યકિત, પેઢીઓ, એચ.યુ.એફ.એ.ઓપી., ટ્રસ્‍ટો, કંપનીઓ, વગેરેનો ચિંતાનો વિષયની લટકતી તલવાર હોય છે.

આ બધાનાં નીરાકરણ અંગે ર૦ર૦નાં બજેટમાં નાણામંત્રી દ્વારા ‘વિવાદ સે વિશ્વાસ' નામની સ્‍કીમ બહાર પાડેલ છે. જેમાં કરદાતાઓએ આવકવેરા અધિકારીઓ દ્વારા આકરણી કરેલ રકમ જ ભરવાની રહેશે. તેનાં ઉપરનું વ્‍યાજ પેનલ્‍ટી કે અન્‍ય કોઇપણ પ્રકારનો દંડ નહી ભરવાનો રહે. આમ ફકત ટેક્ષની રકમ ભરી કરદાતાઓ ઇન્‍કમટેક્ષની લટકતી તલવાર સામે મનની શાંતી ખરીદી શકે છે. આ સ્‍કીમનો લાભ અનેક કરદાતાઓ લેશે. જેથી અનેક લીગલ કેઇસો ઘટશે.

આ સ્‍કીમ ૩૧મી જાન્‍યુઆરી-ર૦ર૦ના રોજ બહાર પડેલ ત્‍યાર બાદ ‘વિવાદ-સે વિશ્વાસ'નું ફોર્મ ભરવા ત્રણ વખત નવી મુદત બહાર પાડી હવે તેની છેલ્લી તારીખ ૩૧મી જાન્‍યુઆરી ર૦ર૧ છે. તેથી હવે ફકત ૧૦ થી ૧પ દિવસમાં જ નિર્ણય લઇ આ સ્‍કીમનો લાભ લઇ શકશે. નહીંતર તમામ અપીલોના કેઇસો ચાલુ જ રહેશે. અને કરદાતાઓને માથે ટેન્‍સન પણ રહેશે.

આ યોજનામાં કયા કરદાતાઓ લાભ લઇ શકે છે ?

(૧) જે કોઇ કરદાતાઓની અરજી અપીલ કમીશન ઓફ અપીલ ટ્રેબ્‍યુનલ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ વગેરેમાં અરજી પેન્‍ડીંગ હોય, અને જજમેન્‍ટ ન આવેલ હોય તેમજ સ્‍પેશીયલ રીટ પીટીશન ફાઇલ કરેલ હોય. તેવી મેટરો...કેઇસો.

(ર) એવા કરદાતા કે જેમનો ઓર્ડર ઓફીસર કે એપેલેટ દ્વારા મંજુર ન કરવામાં આવેલ હોય અને તેની સામે તા.૩૧/૧/ર૦ર૧ ની સમય મર્યાદા પુરી થયેલ ન હોય. પેન્‍ડીંગ હોય.

(૩) કલમ ર૬૪ હેઠળ કરદાતા દ્વારા રીવીઝન પીટીશન કરવામાં આવેલ હોય પરંતુ તા.૩૧/૧/ર૦ર૦ ના રોજ પેન્‍ડીંગ હોય.

(૪) અપીલ કમીશનર દ્વારા તા. ૩૧/૧ર/ર૦ર૦ પહેલા નોટીસ ઇસ્‍યુ કરેલ હોય, પરંતુ કોઇપણ સંજોગોમાં જજમેન્‍ટ ન આવેલ અથવા કરદાતા તે ઓર્ડર સામે ઉચ્‍ચ કોર્ટમાં આગળ વધી જજમેન્‍ટ લેવાના પ્રયત્‍નો કરતા હોય-તેઓ વ્‍યાજ, દંડ, પેનલ્‍ટીમાંથી બચવા અરજી કરી શકે છે.

(પ) રૂા. પાંચ કરોડથી ઓછા ટેક્ષની ગણત્રી કરવામાં આવેલ હોય તેવા સર્ચ-સીઝર કે દરોડાના કેઇસોમાં પણ ટેક્ષભરી અરજી કરી શકે.

વિવાદ સે વિશ્વાસ સ્‍કીમમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧/ર૦ર૧ છે

નીચે જણાવેલ સંજોગોમાં વિવાદ-સે વિશ્વાસ સ્‍કીમનો લાભ નહી મળે

(૧) મૂળ ટેક્ષ ભરવાની જવાબદારીમાંથી કરદાતાને કોઇ રાહત નથી ફકત વ્‍યાજ, દંડ, પેનલ્‍ટીની રકમ નહીં ભરવાની થાય. તેનો મોટો લાભ મળશે.

(ર) કોઇપણ આકરણી વર્ષ માટે કરદાતાને જેલની સજાની કાર્યવાહી શરૂ થયેલ હોય તેવા કેઇસમાં

(૩) વેલ્‍થટેક્ષ, સીકયુરીટી ટ્રાન્‍ઝેકશન ટેક્ષ, કોમોડીટી-ટેક્ષ, મની લોન્‍ડીંગ કેઇસ તેમજ વિદેશમાં પડેલ કમાયેલ આવક અથવા મીલ્‍કતોના કેઇસો અંગે ઉભી થતી જવાબદારીઓ માટે કોઇ જ રાહત નથી.

આ યોજનામાં લાભ લેતા કરદાતાઓએ અગાઉ ભરેલ ટેક્ષ, ટીડીએસ, તેમજ કે કાંઇ રીફંડો અટકેલા હશે તે તમામ રકમનું રીફંડ પણ કરદાતાને મળવા પાત્ર રહેશે.

આમ ‘‘વિવાદ સે વિશ્વાસ'' સ્‍કીમ નીચે લાભ લેવા કરદાતાઓએ ફોર્મમાં અરજી તથા ડેકલેરેશન તા.૩૧/૧/ર૦ર૧ પહેલા કરી ટેક્ષ ઉપરનો કોઇ પણ પ્રકારના વ્‍યાજ, દંડ, પેનલ્‍ટીમાંથી માફી મેળવી મનની શાંતી લેવા સમજી વિચારી લાભ લેવો હીતકારક છે.

 

આલેખનઃ 

મનાલી નીતિનભાઇ કામદાર

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ

૯ પંચનાથ પ્‍લોટ  પંચનાથ હોસ્‍પિટલ સામે, રાજકોટ

(10:59 am IST)