Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

દસ કિલો ગાંજાના કેસમાં સામેલ ગોંડલના સદામ તૈલીને પાસામાં ધકેલતી રાજકોટ પોલીસ

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાની ટીમે વોરંટની બજવણી કરી ભુજ જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા., ૧૬: કોઠારીયા રોડ પર સુતા હનુમાન મંદીર પાસેથી બે વર્ષ પહેલા દસ કિલો ગાંજા સાથે પકડાયેલા ગોંડલના શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર સુતા હનુમાન મંદીર પાસેથી ર૦૧૯માં ગોંડલ નાની બજાર ગુંદાળા શેરીમાં રહેતા સદામ અશરફભાઇ ઉર્ફે કચ્ચુ તૈલી (ઉ.વ.રપ) તેની રાજકોટ જંગલેશ્વરમાં રહેતી તેની સાસુ અને એક મહિલાને દસ કિલો ગાંજા સાથે પોલીસે પકડી લીધા હતા. માદક પદાર્થનો વેપાર કરનારા શખ્સો ઉપર અંકુશ રહે અને લોકોની સુખાકારી અને યુવાધન આવી બદીથી દુર રહે તે અંતર્ગત પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઇ આર.વાય.રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી તથા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના કોન્સ પારસભાઇ ટાંક અને હિતેષભાઇ મેરીયાએ સદામ તૈલીને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નરશ્રી  મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડી.જી.પી.ને કરતા તેણે વોરંટ ઇસ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલા, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મનરૂપગીરી, ભાવેશભાઇ મકવાણા,  વાલજીભાઇ જાડા, મનીષભાઇ, હિતેન્દ્રસિંહ, પ્રવિણભાઇ તથા હોમગાર્ડ હાર્દીકભાઇ સહીતે ગોંડલના સદામ અશરફ ઉર્ફે કચ્ચુ તૈલીને પાસા હેઠળ અટકાયત કરી ભુજ પાલારા જેલમાં ધકેલી દીધો હતો.

(1:00 pm IST)