Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈને શ્રધ્ધાંજલી સ્વરૂપે

સોમવારે બાર એસો.ના પ્રમુખ અને બી.સી.આઈ.ના સભ્ય દ્વારા કીટ વિતરણ

વકીલ કલ્યાણ ફંડમાં સરકારે ૫ કરોડ ફાળવતા આભાર માનતા રાજાણી

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી તથા તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો દ્વારા તા. ૧૮-૧-૨૦૨૧ના રોજ રાજકોટ સિવીલ કોર્ટ કમ્પાઉન્ડમાં રાજકોટના ધારાશાસ્ત્રી  સ્વ. શ્રી અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી સ્વરૂપે એડવોકેટ કે જેઓ કીટમાં બાકી રહી ગયેલ છે તે તમામ વકીલોને કીટ આપવાનું આયોજન પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણી દ્વારા કરવામાં આવેલ છે. કીટ વિતરણ રાજકોટના ડીસ્ટ્રીકટ જજ શ્રી, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ તથા અંશ ભારદ્વાજના હસ્તે આપવામાં આવશે અને કોર્ટ કમિટીના કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી તથા રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણી, કાયદા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા દ્વારા વકીલોના વેલફેર માટે ગુજરાત સરકાર દ્વારા તેમને મદદ મળેલ હોય મદદનો ચેક અર્પણ કરેલ છે. તે તમામ ધારાશાસ્ત્રીઓને મદદરૂપ થનાર આ રકમ પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણી એ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો તમામ વકીલોએ આભાર માનેલ છે.

પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણીએ વધુમાં જણાવેલ કે સરકાર દ્વારા વકીલો માટે આર્થિક મદદ કરવાથી તેમનો લાભ તેમના કુટુંબને મળશે અને જરૂરીયાતમંદ વકીલો માટે આ પાંચ કરોડ રૂપિયા આવવાથી આશિર્વાદરૂપ બની રહેશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહે અને કાર્યક્રમ સફળ બની રહે તે માટે બાર એસોસીએશનના તમામ હોદેદારો અને કારોબારી સભ્યો તડામાર તૈયારીઓ કરી રહેલ છે.

(2:55 pm IST)