Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઃ સીટી પ્રાંત-૨ દ્વારા ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરાયું

રાજકોટઃ. આગામી મહિનામાં કોર્પોરેશન ઉપરાંત રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની પણ સામાન્ય ચૂંટણી થશે. આ સંદર્ભે આજે સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલ, તાલુકા મામલતદાર શ્રી કથિરીયા, નાયબ મામલતદાર શ્રી વિજય વસાણી અને સ્ટાફ દ્વારા ઈલેકટ્રોનિક વોટીંગ મશીન - ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરાયુ છે. જે સાંજ સુધી ચાલશે. જરૂર પડયે અમુક મશીનો બદલાવવા પડશે તો બદલાવી નખાશે તેમ સાધનોએ ઉમેર્યુ હતું.

(4:05 pm IST)