Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગાઢ ધુમ્મસઃ સવારે રાજકોટ દિલ્હી-મુંબઈની બન્ને ફલાઈટ મોડી પડી

રાજકોટ, તા. ૧૬ :. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં ઉપલા અને નીચલા લેવલે ગાઢ ધુમ્મસ-ઝાકળવર્ષા થતા વીઝીબીલીટી માંડ ૧૦૦થી ૧૫૦ ફૂટની રહી હતી.

આ ગાઢ ધુમ્મસને કારણે સવારે રાજકોટ આવતી સ્પાઈસ જેટની બન્ને ફલાઈટ આજે ૧ થી ૨ કલાક મોડી પડી હતી. જેના કારણે મુસાફરો અકળાયા હતા.

સવારે દિલ્હીથી આવતી ફલાઈટ બે કલાક મોડી આવી હતી, તો મુંબઈથી આવતી ફલાઈટ ૧ કલાક મોડી આવી હતી. દિલ્હીની ફલાઈટ સવારે ૧૦ વાગ્યા બાદ તો મુંબઈની ફલાઈટ ૯ વાગ્યા આસપાસ રવાના થઈ હતી.

(11:42 am IST)