Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

શિક્ષાપત્રી પ્રાગટય જયંતી-વસંત પંચમી

આ છ ઋતુઓમાં વસંતઋતુુની  ઉપમાં આપવામાં આવી છે મહાશુદ પાંચમથી વસંત ઋતુનો આગમન થાય છે શ્રી સ્વામિનારાયણ ભગવાને વસંતઋતુના ઉત્સવને ઉત્સાહથી ઉજવવા વસંત પંચમી શુભ દિવસેજ સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથમાં શિક્ષાપાત્રીનું પ્રાગટય થયુંછે.

આપણા હિન્દુ ધર્મનું ગીતાનુ ખુબજ મહત્વ છે. ગીતા સાંભળતાજ શ્રીકૃષ્ણ અને અર્જુન આબે પાત્ર આપણા મનની અંદર ઉપસી આવે છે ૧૮૦ વર્ષો પહેલા જે કુરીવાજો વહેમ-વ્સન સાથેના સંગ્રામમાં નિસ્તેજ થઇ ગયેલા અનેક માનવીઓના જીવનમં પ્રાણપુરવા પુર્ણ પુરૂષોતમ  શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ર૧ર શ્લોકનું માર્ગદર્શન આપવા માટે શિક્ષાપત્રી રાખવામાં આવ્યું છે. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ છે અને જીવાત્માને મોક્ષ આપનારી, વિચાર, વાણી, વર્તનને શુદ્ધ કરનારી છે.૩૦થી વધુ ભાષામાં શિક્ષાપાત્રી લખાયેલી છે જીવનમાં ચારપાસા સત્ય અહિંસા-બ્રહ્મચર્ય, સદાચાર-એ મનુષ્યના જીવનમાં હોવા જોઇએ.

ર૧ર શ્લોકમાં શ્રીજી મહારાજે ગાગરમાં સાગર ભરી દીધો છે. ૧૩૯ માં શ્લોકમાં કહ્યું છે કે જે ગૃહસ્થ હોય તેમણે માતા-પિતા-ગુરૂની સેવા કરવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપાત્રીના ર૦૪-ર૦પ-ર૦૬-ર૦૯, શ્લોકમાં સ્વમુખવાણીથી મહાશુદ વસંત પંચમીના રોજ ૧૮૮ર માં વડતાલમાં કરી છે હરીભકતો, સંતો, ભકતજનો શિક્ષાપાત્રીને દિવસ ેષોડસો પ્રચારથી પુજન કરવું ર૧ર શ્લોકનું પઠન કરી શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મેળવી જીવન કેમ વધુને વધુ ઉજજવલ બને તેની પ્રેરણા મેળવી વસંત પચંમીને દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણને ચણીયા બોર, અજમેરી બોરનો હાર ભગવાનને બેવડો કંઠીની માફક ભગવાનને પહેરાવવો તથા ઘઉંનો પોક ભગવાન શ્રી સ્વામીનારાયણ ભગવાનને ધરાવવો આવી રીતે અનેક પુજનથી કરેલું પુજાનું અનેક ગણુ ફળ મળે છે. જયશ્રી સ્વામિનારાયણ (૩૭.૪)

બટુક મહારાજ શાસ્ત્રી કાળીપાટ, સ્વામીનારાયણ મંદિરના પુજારી શ્રી કાળીપાટ મો.૯૮૯૮ર ૬પ૯૮૦

(11:43 am IST)