Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાજપ અને રાજકોટ મહાનગરપાલિકાનું સિમ્બોલ કમળ એક સરખા હોવાથી ચૂંટણી સમયે વિવાદ સર્જાયેલ

બેલેટ પેપરમાં પંજાથી કમળ નિશાન મોટું હોવાના વિવાદે ભૂતકાળમાં ચૂંટણીપંચ સુધી પહોંચેલ જબરજસ્ત વિવાદની ઓછી જાણીતી વાત પર પ્રકાશ : વિપક્ષી નેતા પદે અભ્યાસુ એવા જાણીતા દાનવીર સ્વ.જયંતીભાઈ કુંડલિયા હોવાથી સમગ્ર મામલો ચૂંટણીપંચ સુધી ગરમાયો હતોઃ ચૂંટણીપંચે વાંધો ગાહ્ય રાખેલ : નવાઈની વાત એ હતી કે મહાનગરપાલિકાના ટોચના અધિકારીઓ અને સ્ટાફ કમળના પ્રતિક સાથેના ઓળખપત્રો સાથે દરેક વોર્ડમાં ફરતા હતાઃ વર્ષો પછી કોંગ્રેસ મહાનગરપાલિકામાં શાસન આવ્યું ત્યારે તત્કાલીન મેયર અશોકભાઈ ડાંગર દ્વારા આવો વિવાદ ટાળવા મહાનગરપાલિકાનું પ્રતિક કમળને બદલે ૨ કબૂતરની જોડીનું બદલી નાખ્યું હતું

રાજકોટ,તા.૧૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત માહોલ બરોબર ગરમાયો છે ત્યારે બધા રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ અક્ષરોનો મારો બોલ્યો છે ત્યારે બીજેપીના નિશાન કમળ બાબતે પણ નવો વિવાદ ખડો થયો છે.                      

કોંગ્રેસ દ્વારા એવો આરોપ છે કે બેલેટ પેપરમાં બીજેપી ના ચૂંટણી પ્રતિક કમળને ખૂબ મોટું રાખી કોંગ્રેસના પ્રતિક પંજાને નાનો કર્યો છે.એ અલગ બાબત છે કે તંત્ર કહે છે કે ડીઝાઈનમાં કોઈ ફેરફાર નથી આ તો પ્રથમ થી જ છે આવા ગરમગરમ વિવાદ વચ્ચે એક રસપ્રદ અને ભાગ્યે કોઈ જાણતા હોય તેવી વાતનું સ્મરણ તાજુ થયું છે.

રાજકોટ મહા નગરપાલિકાનો સિમ્બોલ હાલમાં ૨ કબૂતરની જોડી છે પરંતુ એક યુગમાં રાજકોટ મહા નગરપાલિકાનું સિમ્બોલ બીજેપી ના નિશાન કમળ જ હતુ. અર્થાત્ બન્ને સરખા હતા.                             

આ વાત છે બીજેપી જે સમયે પ્રથમ વખત મહાનગરપાલિકામાં સતા પર આવી તે સમયની. મજાની વાત એ હતી કે મહા નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફને જે ઓળખ પત્ર અપાયેલ તેમાં કમળનું સિમ્બોલ હતું.એટલે બન્ને  સિમ્બોલ સરખા હોવાથી બીજેપી નો જબરજસ્ત પ્રચાર ખુદ મહા નગરપાલિકાના કમિશનરથી લઈ નાનામાં નાનો સ્ટાફ કરતો હોય તેવી સ્થિતી એ સમયની ચૂંટણી સમયે સર્જાયેલ. મહાનગરપાલિકાના લેટર પેડ સહિતની સ્ટેશનરીમા સ્વાભાવિક આજ અર્થાત્ કમળ પ્રતિક હતું.         

 દરેક વોર્ડમા મહા નગરપાલિકા સ્ટાફ ચૂંટણી અંતર્ગત વ્યવસ્થામાં જતો ત્યારે ઓળખ પત્રમાં કમળ પ્રતિક હોય તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.                                     

નવાઈની બાબતએ હતી કે આ બાબત કોઈના ધ્યાનમાં આવી ન હતી   એ સમયે કોંગ્રેસના અભ્યાસુ અને વીપક્ષી નેતા જાણીતા દાનવીર સ્વ.જયંતીભાઈ કુંડલિયા જેવા નેતાને ધ્યાને આવતા તેવો દ્વારા કલેકટર તથા ચૂંટણી પંચને તાકીદે જાણ કરવામાં આવેલ.                               

 ચૂંટણી પંચ દ્વારા તાકીદે ચૂંટણી સુધી ઓળખ પત્ર અને ચૂંટણી સંદર્ભે ની અન્ય સ્ટેસનરીમા ઉપયોગ કરવા પ્રતિબંધ મૂકતા તાકીદે નવા ઓળખ પાત્રો અને વિકલ્પે કમળ નિશાન પર સ્ટેમ્પ શાહીથી નિશાન છૂપાવવામાં આવેલ.                                        

ઉતરપ્રદેશમાં બસપાનું શાસન હતું તેવા સમયે ઠેર ઠેર હાંથીઓના પ્રતીકો સુશોભન અર્થે ઊભા કરેલ જેની સામે સમાજવાદી પક્ષ દ્વારા આવા સુશોભન વાળા હાથીઓ ને કારણે બસપાનો પ્રચાર થતો હોવાનું જણાવી દાદ માગતા આવા હાથી પ્રતિક ઢાંકી દેવા આદેશ થયેલ.      

 ફરી રાજકોટ મહા નગરપાલિકા તરફ પરત ફરીએ વારસો પછી કોંગ્રેસ મહાનગરપાલિકામા સતાં પર પરત ફરી. એ સમયે રાજકોટના મેયર પદે હાલના કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર હતા. તેવો એ મહાનગરપાલિકા અને બીજેપી સરખા પ્રતિક હોવાથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે કમળ નિશાન રદ કરી બે કબૂતર વાળા નુષણનનો સિમ્બોલ કરી નાખી. તે મુજબ તમામ સ્ટેશનરીમાં ફેરફાર કરેલ.આમ કમળ નાનું મોટું નહિ આવો પણ વિવાદ સર્જાયેલ.

(5:34 pm IST)