Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

એડવોકેટ સંજય પંડિતની સનદ સસ્પેન્ડ કરવા ઉપર બાર કાઉ. ઓફ ઇન્ડીયાનો સ્ટે

એડવોકેટ પંડિતે રજુ કરેલ પુરાવા ધ્યાને લઇને બી.સી.આઇ.નો હુકમ

રાજકોટ તા. ૧૬: બનાવની વિગત એવી છે કે હાલ થોડા સમય પહેલા રાજકોટના રહેવાસી 'પ્રકાશ ભગવાનદાસ અડવાણી' દ્વારા એડવોકેટ સંજય પંડિત વિરૂદ્ધ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ઉપજાવી કાઢેલા આક્ષેપો સાથે ફરિયાદ કરેલ જે ફરિયાદ અનુસંધાને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ સંજય પંડિતની સનદ ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરતો હુકમ ફરમાવેલ હતો.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આ હુકમને એડવોકેટ સંજય પંડિત દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં પડકારેલ અને અપીલ દાખલ કરેલ જે અપીલની સુનવણીમાં એડવોકેટ સંજય પંડિત પક્ષે રજુઆત કરવામાં આવેલ હતી કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પક્ષપાતી, કાયદા વિરૂદ્ધ તથા એડવોકેટ પંડિત દ્વારા રજુ રાખવામાં આવેલ પુરાવાઓને નજર અંદાજ કરી હુકમ ફરમાવામાં આવેલ હોવાની રજુઆતો કરવામાં આવેલ હતી. આ ઉપરાંત એડવોકેટ પંડિત કદી પણ પ્રકાશ અડવાણીના વકીલ તરીકે કોઇપણ પ્રકારની કોર્ટ કાર્યવાહીમાં કદીપણ રોકાયેલ ન હતા તે તમામ રજુઆતો દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે કરવામાં આવેલ હતી અને આ તમામ તથ્યોને નજર અંદાજ કરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પક્ષપાતી હુકમ કરવામાં આવેલ હોવાની દલીલને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ અને એડવોકેટ સંજય પંડિતના સસ્પેન્સનના હુકમને સ્ટે કરવામાં આવેલ છે.

આ કામે એડવોકેટ પંડિત વતી સુપ્રિમ કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી વજાહત અંનસારી રોકાયેલ છે.

(12:56 pm IST)