Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ ઉમેદવારોના ખર્ચના હિસાબો તપાસવા દરેક R.O. કચેરીમાં ટ્રેઝરી કચેરીના સ્ટાફની સ્પે. નિમણુંક

સંવેદનશીલ બૂથ-વિસ્તાર-કાયદો વ્યવસ્થા અંગે બપોરે ૪ વાગ્યે રાજય ચૂંટણી પંચની વીસી : ચૂંટણી નિરિક્ષક ડો. મનીષા ચાંદ્રાએ મતગણત્રી કેન્દ્રો-બૂથ-કોરોના સંદર્ભે થયેલ વ્યવસ્થાનું ખાસ નિરિક્ષણ કર્યું...

રાજકોટ તા. ૧૬: રાજકોટ મહાનગર પાલીકા ચૂંટણી સંદર્ભે એક પછી એક નિર્ણયો લેવાઇ રહ્યા છે. તાજેતરમાં રાજકોટ પાલીકાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચના હિસાબો તપાસવા અંગે દર ૪ દિવસનો સમય ફાઇનલ કરાયો હતો, ખર્ચ ઓબઝવર શ્રી આર. આઇ. પટેલે આવી સૂચના આપ્યા બાદ ગઇકાલ સાંજથી આ હિસાબો અંગે કલેકટર દ્વારા દરેક R.O. કચેરીમાં સ્પે. સ્ટાફની નિમણુંકના આદેશો કરાયા છે.

વિગતો મુજબ ઉમેદવારોના ખર્ચના દર ૪ દિવસે હિસાબો તપાસવા સંર્દભે કલેકટર દ્વારા ટ્રેઝરી કચેરીના એફ.એસ. હિસાબનીશ અધિકારીની દરેક આર.જી. કચેરીમાં ખાસ નિમણુંક કરાઇ છે. આ અધીકારીઓએ આજથી ચાર્જ સંભાળી કાર્યવાહી શરૂ કરી છે.

દરમિયાન આજે બપોરે ૩ાા થી૪ વાગ્યાથી રાજય ચુંટણીપંચે રાજકોટ મહાનગરપાલીકા ચુંટણીમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો, સંવેદનશીલ રે અશાંત વિસ્તારો તથા કાયદો વ્યવસ્થા સંદર્ભે ખાસ વીસી બોલાવી છે.

જેમાં કલેકટર-પોલીસ કમિશ્નર, ડીસીપી, એસ.પી.દરેક આર.ઓ ને ખાસ બોલાવ્યા છે, અને કયા પ્રકારની તૈયારીઓ, કેટલો પોલીસ બંદોબસ્ત મુકાશે વિગેરે બાબતોની સમીક્ષા થશે.

દરમિયાન રાજકોટ આવેલા જનરલ ચુંટણી ઓબર્ઝવર આઇએસએસ ડો. મનીષા ચંદ્રાએ દરેક આર.ઓ.ને મતગણત્રીમાં ૧ર ટેબલો રાખવાની સુચના આપવા ઉપરાંત મતગણત્રી કેન્દ્રો ઇ.વીએમ સીલીંગ, રીસીવીંગ ટીસ્પેચીંગ સેન્ટરો બુથ ઉપરની તૈયારીઓ સ્ટ્રોગરૂમ વિગેરે તમામ બાબતોનું નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કર્યો હતો અને જરૂરી સુચનાઓ આપી હતી.

(3:04 pm IST)