Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જે.સી.આઇ. રાજકોટ સિલ્વરમાં મહિલા પ્રમુખ તરીકે જેસી હેત્વી આહ્યા : શપથ ગ્રહણ

રાજકોટ : જે.સી.આઇ. રાજકોટ સિલ્વરએ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ નામક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનના સ્થાનિક એકમ તરીકે રાજકોટ ખાતે કાર્યરત છે. સંસ્થા દ્વારા સ્થાનિક જરૂરિયાતો મુજબ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ વ્યકિતવિકાસ અને સામાજીક હેતુપૂર્તિના ઉપલક્ષ્યમાં સમયાંતરે વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ આ વર્ષે હોટેલ ગેલેરીયા ખાતે જેસીઆઈ રાજકોટ સિલ્વરના વર્ષ ૨૦૨૦ની સમાપ્તિ અને ૨૦૨૧ની શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૦૨૦ ના પ્રમુખ જેસી મેઘા ચાવડાએ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી રીપોર્ટ રજુ કરી ૨૦૨૦ની ટીમનો આભાર વ્યકત કરેલ.  તેમજ હાલ વર્ષ ૨૦૨૧ માટે ટીમનું ચયન થતા આ સંસ્થાના ચોથા મહિલા પ્રમુખ અને સતત બીજા વર્ષે ઉતરોતર મહિલા પ્રમુખ તરીકે જેસી હેત્વી આહ્યાની વરણી થયેલ. આ વર્ષેની ટીમમાં મુખ્ય હોદ્દાઓં ચાર મહિલાઓંની પસંદગી થઇ હોય મહિલા સશકિતકરણનું સક્ષમ ઉદાહરણ બની રહેલ. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૧ના પ્રમુખ જેસી હેત્વી આહ્યાએ શપથ ગ્રહણ કર્યા હતા અને નવા વર્ષના વિઝન, મિશન અને કર્યો, પ્રોજેકટ્સની માહિતી આપી. તેમજ આ સમારંભમાં જેસી કમલ દક્ષીણી, જેસી મિતુલ મેહતા, જેસી હુસેન વખારિયા, જેસી યોગેસ સૂચક, જેસી મનીષ પરમાર ઉપપ્રમુખ તરીકે હોદો સંભાળેલ હતો. તેમજ સેક્રેટરી તરીકે જેસી હીના નાર્સિયન, જોઈન્ટ સેક્રેટરી તરીકે જેસી રાજકુમાર પાટડિયા, ખજાનચી તરીકે જેસી પ્રીતિ દુદકિયા, મહિલા પાંખના વડા તરીકે જેસીરેટ જયોતિ દક્ષિણી, જુનિયર જેસી પાંખના વડા તરીકે જેજે ધ્યેય પાવાગઢી, એડિટર જેસી યુસુફ સામ તેમજ પબ્લિક રીલેસન ઓફિસર તરીકે જેસી પ્રશાંત સોલંકીની શપથ વિધિ કરવામાં આવી હતી. ડીરેકટર તરીકે જેસી હરિકૃષ્ણ ચાવડા, જેસી રવિ પોપટ, જેસી દીપેન કોટેચા, જેસી અનીતા ચૌહાણ. જેસી પીયુષ વલેરા, જેસી હાર્દિક રાઠોડની વરણી થયેલ. તમામ હોદેદારોને ઝોન-૭ ના વાઈસ પ્રેસિડેન્ટ જેસી મધુર નાર્સિયન દ્વારા શપથ લેવડાવવામાં આવેલ. આ તકે આ એકમના સદસ્ય જેએફએમ ડો હિરેન મેહતા કે જેઓ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ-ઇન્ડિયા નેશનલ કક્ષાએ કમલપત્ર એવોર્ડ માટે નોમ કો-ઓર્ડીનેટર તરીકે વરણી થયેલ તે પણ આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ આ સંસ્થા પૂર્વ પ્રમુખગણની પણ હાજરી રહેલ હતી. વર્ષ ૨૦૨૧ માટે સંસ્થામાં માર્યાદિત સંખ્યામાં સભ્યો બનાવવાનું ચાલુ હોઇ સભ્ય થવા ઈચ્છુક ૨૫ થી ૪૦ વર્ષના યુવક-યુવતીઓએ જેસી મનીષ પરમાર (૯૮૭૯૫૧૧૧૪૯) અથવા સેક્રેટરી જેસી હીના નાર્સિયન (૯૯૧૩૫૫૨૦૭૫) નો સંપર્ક કરવા પી.આર.ઓ. જેસી પ્રશાંત સોલંકી (૯૯૦૪૭૦૦૬૨૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:08 pm IST)