Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અંગ્રેજી અભ્યાસ સમિતિના ચેરમેન પદે પ્રો. વાજા અને અધરધેન ચેરમેન પદે પ્રો. ડોડીયાની વરણી

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના ત્રીજીવાર ચેરમેન પદે ડો. ઈરોસ વાજા અને અધરધેન ચેરમેન પદે પ્રો. જયદીપસિંહ ડોડીયાની સર્વાનુમતે બીનહરીફ વરણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી, શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી, સુટાના પ્રમુખ કલાધર આર્ય, મહામંત્રી પ્રો. યોગેશ જોગસન, ઉદયસિંહ ઝાલા (ખાપટ), દિપસિંહ ઝાલા (ખાપટ), પ્રો. મુકેશ ભેસાણીયા, દિલીપભાઈ ભટ્ટ સહિતનાએ ડો. ઈરોસ વાજા અને પ્રો. જયદિપસિંહ ડોડીયાએ અભિનંદન પાઠવ્યા છે.

(3:09 pm IST)