Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

૧૨ વર્ષથી પ્ર.નગરના ગુનામાં ફરાર વડોદરાની મહિલા ઉર્વશી ઉર્ફ પૂનમ ઉર્ફ તસ્લીમ પકડાઇ

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૬: ચૂંટણી ટાણે ભાગેડૂ આરોપીઓને વીણી વીણીને પકડી રહી છે. વર્ષોથી ફરાર આરોપીઓ પણ ઝપટમાં આવી રહ્યા છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચે સતત ૧૨ વર્ષથી પ્ર.નગર પોલીસ મથકના ગુનામાં ફરાર વડોદરાની મહિલાને પકડી લઇ કાર્યવાહી કરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાલ વડોદરામાં ન્યુ મેડિકલ કોલેજની બાજુમાં કર્મ બંગલોઝ શ્રીજી કૃપા સોસાયટી ગોૈત્રી રોડ પર રહેતી ઉર્વશી ઉર્ફ પૂનમ ઉર્ફ તસ્લીમ અજીતસિંહ રાણા ઉર્ફ અજીઝ નવાબ સૈયદ (ઉ.વ.૫૪) વિરૂધ્ધ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૮માં ગુ.ર.નં. ૮૩/૨૦૦૮ ઇમ્મોર પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૭ મુજબ દેહવ્યાપારની પ્રવૃતિ કરાવવાનો ગુનો નોંધાયો હતો અને ધરપકકડ થઇ હતી. આ ગુનામાં તેને પાસા તળે ડિટેઇન કરવાનું વોરન્ટ ઇશ્યુ થયું હતું. પરંતુ તે હાજર ન થતાં અને વોરન્ટ બજવણી ન થતાં તેના વિરૂધ્ધ પ્ર.નગર પોલીસમાં વોરન્ટ બજવણી ન થવા સબબ ગુ.ર.નં. ૩૫/૨૦૦૯ ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિ પ્રતિબંધક ધારા ૧૯૮૫ની કલમ ૮ (૨) (ખ) મુજબ ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં તેણી સતત બાર વર્ષથી ફરાર હતી. દરમિયાન તે આજે રાજકોટ હોસ્પિટલ ચોક ખાતે આવ્યાની બાતમી હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં તેણીને પકડી લેવાઇ હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જે. પી. નિમાવત, ચેતનસિંહ વી. ચુડાસમા, આર. ડી. ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ જાડેજા અને નેહલબેન મકવાણાએ કરી હતી.

(3:12 pm IST)