Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કાર એસેસરીઝના માલની લેણી રકમ પેટે આપેલ ચેક પાછો ફરતાં અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૬: અત્રે પર્લ પ્લાઝા, જી. ટી. શેઠ સ્કુલ સામે, કે.કે.વી. ચોક, રાજકોટ ખાતે ધંધો કરતા ઓટો ટ્રેન્ડઝ ના પ્રોપરાઇટર જીગર રતીભાઇ ભાલોડીયા એ પોતાની કાર એસેસરીઝના માલ પેટેનો ચેક પાછો ફરતા મુ-શાપર, સીકકા પાટીયા પાસે, જામનગર મુકામે રહેતાં બલદેવ સવદાસભાઇ ગોરણીયા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામના ફરીયાદી કે જેઓ રાજકોટ ખાતે પર્લ પ્લાઝા, જી. ટી. શેઠ સ્કુલ સામે, કે.કે.વી. ચોક, ખાતે ઓટો ટ્રેન્ડઝના પ્રોપરાઇટર જીગર રતીભાઇ ભાલોડીયા ધંધો કરે છે જેઓ કરણભાઇ મેરને ઓળખાતા હોય, તેઓએ બલદેવ સવદાસ ગોરણીયાનો પરીચય કરાવેલ ત્યારે બલદેવ ભાઇએ જણાવેલ કે મારે સ્કોપીયો કારમાં એસેસરીઝ ફીટ કરવાની છે. તેથી આ કામના ફરીયાદીની દુકાને સ્કોપીયો કાર એસેસરીઝ ફીટ કરાવવા મુકી ગયેલ અને એક લાખ રૂપિયા પુરા એડવાન્સ આપેલ અને બાકી રહેતા બીલના રૂપિયા એસેસરીઝ ફીટ થયા બાદ આપીશું તેવું નકકી થયેલ.

ત્યારબાદ તે બીલના ઇનવોઇસ નં.-૭ તા. ર૦-૭-ર૦ર૦ના રોજ બનાવેલ. જેમાં ફરીયાદીએ આરોપીને ડીસ્કાઉન્ટ બાદ કરી તથા એક લાખ રૂપિયા એડવાન્સ આપેલ જે બાદ કરતાં રૂ. ર,ર૦,૦૦૦/- બે લાખ વીસ હજાર પુરા ચુકવવાના થયેલ. જેથી બલદેવભાઇએ ફરીયાદીને લેણી રકમ ચુકવવા માટે તેમની બેંક ''કોટક મહીન્દ્રા બેંક'' મીનાદેવી ભવન, ટાઉન હોલ, જામનગર મુકામેનો રૂ. ર,ર૦,૦૦૦/-નો તા. ર૯-૭-ર૦ર૦ના રોજનો ચેક આપેલ.

આ ચેક ફરીયાદીએ પોતાની બેંક ''કાલુપુર કોર્મશીયલ કો. ઓપ. બેંક લી. રાજકોટ'' શાખામાં તા. ર૭-૧૦-ર૦ર૦ના રોજ જમા કરાવતાં સદરહું ચેક ફન્ડસ ઇન સફીસીયન્ટના શેરા સાથે તા. ર૮-૧૦-ર૦ર૦ના રોજ પરત ફરેલ. ત્યારબાદ આ કામના ફરીયાદીએ પોતાના એડવોકેટ અમીત એન. જનાણી મારફત ડીમાન્ડ નોટીસ તા. ર૩/૧૧/ર૦ર૦ના રોજ મોકલાવેલ જે નોટીસ બજી જવા છતાં ચેક મુજબની કાયદેસરની લેણી રકમ ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી બલદેવ સવદાસભાઇ ગોરણીયા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામમાં ફરીયાદી ઓટો ટ્રેન્ડઝના પ્રોપરાઇટર જીગર રતીભાઇ ભાલોડીયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જે. વી. પરમાર રોકાયેલા હતા.

(3:13 pm IST)