Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુંબઈના પૃથ્વી થિયેટર જેવુ રાજકોટમાં થિયેટરનું આયોજન

શહેરમાં વધુ એક ઈન્ડોર સ્ટેડીયમની સુવિધા ઉપલબ્ધ કરાશે

શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૧૫૦૦ લોકોની ક્ષમતા સાથેનુ ગ્રીન રૂમ અને ફુડ કોટ સહિતનુ નમૂનેદાર ઓડીટોરીયમ બનાવાશે. બહેનો માટે હેન્ડીક્રાફટ વેચાણની વ્યવસ્થા, હાટ માટે ખાસ જગ્યા ફાળવાશે. આ ઓડીટોરીયમ મુંબઈના પૃથ્વી થિયેટર જેવુ બનાવાશે. કલાકારો માટે ઈટીંગ અને મીટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

શહેરના રમતવીરો માટે વધુ એક ઈન્ડોર સ્ટેડીયમની સુવિધા આપવામાં આવનાર હોવાનું ભાજપના સંકલ્પપત્રમાં જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ટેબલ ટેનીસ, બેડ મિન્ટન જેવી રમતો માટે વ્યવસ્થા ઉભી કરાશે. ઈન્ડોર સ્ટેડીયમમાં નવુ જીમ તથા યોગ ખંડ પણ બનાવાશે.

(3:18 pm IST)