Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હત્યાની કોશિષ, મારામારીના અનેક ગુનામાં સામેલ નામચીન ઈભલાનો ભાઈ મહંમદ કાથરોટીયાને પાસા

એ-ડિવીઝન પોલીસે વોરંટની બજવણી કરી ભૂજ જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા. ૧૬ :. શહેરના એ-ડિવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હત્યાની કોશિષ અને મારામારી સહિતના અનેક ગુનામાં સામેલ નામચીન ઈભલા કાથરોટીયાના ભાઈને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ મોચીબજાર વિસ્તારમાં યુવાનની હત્યાની કોશિષના ગુનામાં એ-ડિવીઝન પોલીસ મથકમાં પકડાયેલો તેમજ મારામારીના અનેક ગુનામાં સામેલ મહંમદ કરીમભાઈ કાથરોટીયા (ઉ.વ. ૨૭) (રહે. મોરબી રોડ જકાતનાકા પાસે શાળા નં. ૭૭ની સામે ચામડીયાપરામાં)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઈન્ચાર્જ પીઆઈ આર.વાય. રાવલ તથા એ.એસ.આઈ. શૈલેષભાઈ રાવલ, હેડ કોન્સ. રાજુભાઈ, ઈન્દ્રજીતસિંહ, રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઈસ્યુ કરતા એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ સી.જી. જોષી, પીએસઆઈ જે.એમ. ભટ્ટ, એએસઆઈ બી.વી. ગોહીલ, ડી.બી. ખેર, હેડ કોન્સ. હારૂનભાઈ, દિપકભાઈ, વિરેન્દ્રસિંહ, નરેશભાઈ, મૌલીકભાઈ, જગદીશભાઈ, મેરૂભા ઝાલા તથા કોકીલાબેન દાફડા સહિતે નામચીન ઈભલા કાથરોટીયાના ભાઈ મહંમદ કરીમભાઈ કાથરોટીયાની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં ધકેલી દીધો હતો.

(3:50 pm IST)