Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

''જયાં માનવી, ત્યાં સુવિધા''- ભાજપના આ મંત્રએ રાજકોટવાસીઓના સ્વપ્નો સાકાર કર્યા છેઃ નીતિન ભારદ્વાજ

રાજકોટની સ્થાનિક ચૂંટણીમાં લોકો ભાજપ ઉપર ભરોસો કરશેઃ મનિષભાઈ રાડિયા * રાજકોટના નવાં વિસ્તારો શહેરની શાન બન્યા છેઃ જયમીન ઠાકર * વર્ષો જૂની અનેક સૂચિત સોસાયટીઓને ભાજપ શાસનમાં રેગ્યુલાઈઝ કરીને લોકોને ઘરના ઘરનો અહેસાસ કરાવ્યો છેઃ દર્શિતાબેન શાહ

રાજકોટ,તા.૧૬: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વોર્ડ નં.૨ના ઉમેદવારો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજા તેમના કાર્યકરોની જંગી ફોઝ સાથે ગેલેકસી સીનેમા આસપાસના બહુમાળી વિસ્તારોમાં લોકસંપર્ક અને જુથ મીટીંગો કરી રહ્યા છે.

પ્રદેશ ભાજપના અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજની ઉપસ્થિતિમાં સાંજસામાચાર બિલ્ડીંગ પાછળ આવેલ આરતી એપાર્ટમેન્ટ પાસેના પ્લોટમાં કાશીવિશ્વનાથ પ્લોટ અને આસપાસના વિસ્તારના લોકો સાથે જુથ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, રેસકોર્ષ અને રેડિયો સ્ટેશન સામેના વિસ્તારો ગેલેકસી એપાર્ટમેન્ટ, રાજેશ એપાર્ટમેન્ટ, અદિનાથ એપાર્ટમેન્ટ, ચાણકય એપાર્ટમેન્ટ, સિલ્વર સ્ટાર એપાર્ટમેન્ટ, સંજય એપાર્ટમેન્ટ, રઘુકુળ એપાર્ટમેન્ટ, સુર્ય એપાર્ટમેન્ટ, મહારાજા બિલ્ડીંગ, ગોલ્ડનનેસ્ટ, તક્ષીશીલા વગેરે બહુમાળી એપાર્ટમેન્ટમાં ઘરેઘરે ભાજપની પેનલના ઉમેદવારોએ સંપર્ક કરીને ભાજપના વિજયના ભાગીદાર બનવા વિનંતી કરી હતી. આ લોકસંર્પકમાં દરેક એપાર્ટમેન્ટના પ્રમુખો અનુક્રમે ફાલ્ગુનભાઈ પોપટ, હિતેષભાઈ, મહેશભાઈ ભીમાણી, એમ.ડી.રાંજરિયા, મહેન્દ્રભાઈ રૂપાણી, ચોલેરા વગેરે સાથે રહ્યા હતાં.

આ તકે નિતીનભાઈ ભારદ્વાજે કહ્યું હતું કે, ભાજપે રાજકોટમાં તમામ સ્તરના લોકોને સંતોષ આપ્યો છે, જયાં માનવી, ત્યાં સુવિધ્ધા- ભાજપના આ મંત્રએ રાજકોટવાસીઓના સ્વપ્નો સાકાર કર્યા છે, રાજકોટ મેટ્રોસીટી બનવા જઈ રહ્યું છે તેનો શ્રેય ભાજપ શાસનને છે, વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવાર મનિષભાઈ રાડિયાએ વિશ્વાસ વ્યકત કરતાં જુથ મીટીંગમાં ઉપસ્થિત લોકોને કહ્યું કે, રાજકોટની આ સ્થાનિક ચૂંટણીમાં લોકો ભાજપ ઉપર જ ભરોસો કરશે, કારણ કે સમયના વહેણની સાથે રાજકોટના વિકાસમાં એકમાત્ર ભાજપ શાસનનું જ વિશેષ યોગદાન છે, વોર્ડ નં.૨ના ઉમેદવારો જયમીન ઠાકેર કહ્યું કે, શહેરની આસપાસના નવાં વિસ્તારો રાજકોટની શાન બન્યા છે, આ ઉપલબ્ધિ ભાજપ શાસનની દેન છે. ઉમેદવાર દર્શિતાબેન શાહે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગને સ્પર્શતી વર્ષો જુની સમસ્યાને ઉકેલની વાત કરતાં કહ્યું કે, રાજકોટમાં વર્ષો જુની અનેક સુચિત સોસાયટીઓને ભાજપ શાસનમાં રેગ્યુલાઈઝ કરીને લોકોને ''ઘરના ઘરનો'' એહસાસ કરાવ્યો છે.

લોકસંપર્ક દરમ્યાન વોર્ડ નં-૨ના ભાજપ ઉમેદવારો સાથે નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલભાઈ પંડિત, દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, ગુલાબસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, ભાગવત શર્મા, અર્જુન રાડિયા, ઉદય સોમૈયા, ગૌતમભાઈ વાળા, કૃણાલભાઈ દવે, જયદીપસિંહ ચૌહાણ, કમલભાઈ ભટ્ટ, બહાદુરભાઈ ગઢવી, દિપાબેન કાચા, સીમાબેન  અગ્રવાલ, હાર્ષિદાબેન કનેજીયા, રંજબેન ચૌહાણ, રંજબેન સોલંકી સહિત કાર્યકરો હાજર રહ્યા હતાં. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:54 pm IST)