Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

માર્ચમાં રાજકોટથી વીરપુર પાવનકારી પદયાત્રા

રઘુવીર યુવા સેના દ્વારા આયોજનઃ ઇન્ચાર્જોને જવાબદારીઃ નામ નોંધણી

રાજકોટ તા.૧૬ : રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા આગામી તા.૬ માર્ચને શનિવારના રાજકોટથી વીરપુરની પાવનકારી પદ્દયાત્રાનું આયોજન પૂ. જલારામબાપાની ૧૪૦  મી પૂણ્યતિથી નિમિતે કરવામાં આવેલ  છે આ માટે જે તે વિભાગીય ખાતાની પરવાનગી લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે તે લોકો દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું પાલન કરવાની તૈયારી સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે.

તા.ર૬ જાન્યુઆરી-ર૦૦૧ માં ગુજરાતમાં થયેલા ગોજારા ભૂકંપમાં અકાળે મૃત્યુ પામેલ વ્યકિતઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી રૂપે સૌ પ્રથમ પદ્દયાત્રા રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા યોજવામાં આવેલ ત્યારથી અવીરત યોજાતી પદ્દયાત્રા પૈકી આ ર૧મી પાવનકારી પદયાત્રા યોજાનાર છે. જેમાં પપ કિ.મી.ના હાઇવે રૂટ ઉપર પદયાત્રીકોની સેવા માટે પરબો ઉભા કરવા માટે સંસ્થા દ્વારા વિચારમાં આવેલ છે. વર્તમાન સમયે કોરોના મહામારીના અનુસંધાને પદયાત્રીકો, આયોજકો અને સ્વયંસેવક અને સેવાભાવીઓએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવામાં આવશે. આ માટે સમાજના અગ્રણીઓ અને વડીલો વગેરેનું માર્ગદર્શન યુવા ટીમ દ્વારા લેવાઇ રહ્યું છે.

ગત વર્ષના તમામ સેવા પરબો યથાવત જે તે સ્થળ ઉપર રાખવામાં આવેલ છે તદ્દઉપરાંત નવા સેવા પરબો માટે બલરામભાઇ કારીયા દ્વારા પદયાત્રા ઇન્ચાર્જની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે. હિતેષભાઇ અનડકટ મો.૯૪૦૯પ ૬૪૮૧ર, ભાવેશભાઇ રૂપારેલીયા મો.૮૮૪૯૩ ૯પપપ૯, અને હેમાંશુભાઇ વસંત મો.૯૮૯૮૮ ૪૬૪પ૬ નો સેવાભાવી દાતાઓ અને સ્વયંસેવકોએ સંસ્થા કાર્યાલયે રૂબરૂ સંપર્ક સાધવો.

આ મંગલમય પાવનકારી પદયાત્રામાં જોડાયને પુણ્યનું ભાથુ બાંધવા ઇચ્છતા ભાવિક ભકતજન ભાઇ-બહેનોએ રજાના દિવસો સીવાય સાંજના પ થી ૭ દરમ્યાન રઘુવીર યુવાસેના રાજકોટ શહેર કાર્યાલય વરૂણ ચેમ્બર -પ-ઘી કાંટા, ધર્મેન્દ્ર રોડ, ખાતે પોતાના નામ રજીસ્ટર કરાવી પદયાત્રી ઓળખ પાસ મેળવી લેવા સંસ્થાના પ્રમુખ બલરામભાઇ કારીયા મો.૯પપ૮૦ ૯૯૯૯૯ ની યાદીમાં જણાવેલ છે.

(3:57 pm IST)