Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટ બી- ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારી તથા રાયોટીંગના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર શખ્સને પકડી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: શહેર ડી. સી.બી. પો. સ્ટેશનના PC ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂને મળેલી હકીકતના આધારે રાજકોટ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હો રાયોટિંગ અને મારામારીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી અસરફ ઉર્ફે અસલમ ઉર્ફે અસલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ-૨૦, રહે. મોરબી રોડ શાળા નંબર-૭૭ ની સામે)ને જુના સીટી સ્ટેશન પાસે જુના જકાત નાકા પાસેથી પકડી લેવાયો છે. આ શખ્સ દોઢેક વર્ષ પહેલા રાજકોટ પારેવડી ચોક ખાતે આવેલ સુખસાગર સીઝન સ્ટોર્સના માલીક સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ તથા તલવાર જેવા હથિયારો ધારણ કરી હુમલો કરી ગુન્હો આચરી આજ સુધી ફરાર હતો.

આ કામગીરી પો.ઇન્સ.વી.કે.ગઢવી, પો.સબ.ઇન્સ.યુ.બી.જોગરાણા, ASI બી. આર.ગઢવી, ASI સી. એમ. ચાવડા, HC સંતોષભાઇ મોરી, જયંતિભાઈ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, PC ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા કરણભાઇ મારૂએ  નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઇવ અનુસંધાને પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણ કુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એ. સી. પી. કાઇમ ડી. વી.બસીયાની રાહબરીમાં કરી હતી.

(7:50 pm IST)