Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઇંગ્લીશ દારૂના ચાર ગુન્હામાં નાસતા-ફરતાં બે આરોપી ધવલ અને મોઇનબીને જંગલેશ્વરમાંથી પકડી લેતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ: અનેક ગુનાઓમાં સંડોવણી

રાજકોટઃ મહાનગરપાલિકા ચુંટણ શાંતીપૂર્વક રીતે થાય તે માટે રાજકોટ શહેરમાં રહેતાં અને નાસતા ફરતાં ગુન્હેગારોની માહિતી મેળવી શોધી કાઢવા માટે ઝુંબેશ હાથ ધરવા મળેલી સુચનાઓ અંતર્ગત ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલમાંથી નાસતા-ફરતાં આરોપીઓની માહિતી મેળવી અસરકારક કામગીરી કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી તે વખતે હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. દેવાભાઇ ધરજીયાને મળેલ બાતમીને આધારે જંગલેશ્વર ભવાની ચોક પાસે જસાણી હોલની સામેથી દારૂના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા-ફરતાં ઇસમો ધવલ ઉર્ફે શીવ બકુલભાઈ વડનગરા  (રહે.રાજકોટ કિર્તીધામ સોસાયટી શેરી નં.૧ ભવાની ચોક, દેવપરા કોઠારીયા મેઇન રોડ રાજકોટ) તથા મોઇનબિન ઇખ્તિયાઝબીન કસીરી (રહે. રાજકોટ ભવાની ચોક અંકુંર મેઇન રોડ મહેશ્વરી સોસાયટી શેરી નં.૨) ને પકડી લેવામાં આવેલ છે.

ધવલ ઉર્ફે શીવ  વડનગરાનો ગુન્હાહિત ઇતિહાસ (૧) ટંકારા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૧૫૫ા૨૦૧૭ પ્રોહી કલમ ૬૫, ૧૧૬(બી),૯૮ (૨) ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૨૧૨ા૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી,૯૮ (૨) (3) ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં ૧૯૧/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી,૯૮(૨) (૫) ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૧૦૭/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧

ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ને ૧૯૦ર૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી,૯૮(૨) (૬) ડી.સી.બી. પોલીસ સ્ટેશન પ્રોહી ૧૨૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬પ ઇ, (૭) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૮૫/૨૦૧૮ આર્મ એકટ કલમ ૨૫(૧-બી) (એ) (૮) ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૧૫૧/ર૦૧૯ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, (૯) વીરપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં, ૦૦૪૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી,૯૮(૨) (૧૦) સને ૨૦૧૯ માં પાસામાં પણ ધકેલાયો હતો. (૧૧) આ સીવાય આરોપીના અલગ-અલગ ગુન્હાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનનો અપહરણ, વિદેશી દારૂ , તથા હથીયાર ધારાના કેસો નોંધાયેલ છે.

(૨) મોઇનબિન કસીરીને પકડવાનો બાકી છે તેના ગુન્હાઓ:- (૧) ભક્તિનગર પોલીસ સ્ટેશન ગુર.નં. ફ.૨૦૩/૨૦૧૮ પ્રોહી કલમ ૩૯૪,૩૮૪,૫૦૪, ૧૧૪ (૨) ભક્તિનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૨૧૧૨૦૮૦૫૨૨૦૦૦૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી), ૯૮૨) (૪) ભક્તિનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૫/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૨૪, ૫૦૪, (૩) ડી.સી.બી. પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૩૪ર૦૧૬ પ્રોહી કલમ ૬૫ઇ વિગેરે (૫) ભક્તિનગર પોલીસ સટેશન ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૨૨૦૦૦૫૮૨૦૨૦ પ્રોહી કલમ ૬પ(ઇ) વિગેરે (૬) સને ૨૦૧૯માં પાસા કરવામાં આવેલ હતી. આ આરોપી અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૩૦૭, તથા દારૂના તથા જાહેરનામા ભંગના તથા મારા મારીના ગુન્હાઓમાં પણ છે.

બન્ને આરોપીઓની આજે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન તથા લોધીકા પોલીસ સ્ટેશન તેમજ પ્ર.નગર પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં પણ પકડવાના બાકી હોય તેઓને જાણ કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી પો.સબ.ઇન્સ. પી.બી.જેબલીયા, પો.હેડ.કોન્સ વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા ગઢવી, કોન્સ. પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા તથા જીગ્નેશભાઇ મારૂ સહિતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના હેઠળ થઈ હતી.

(8:10 pm IST)