Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટમાં ઇકો કારમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ લઇને નિકળેલા જૂનાગઢના પ્રતીક અને યોગેશગીરીને ભક્તિનગર પોલીસે પકડયા

રાજકોટ:  મહાનગરપાલીકાની ચુંટણી અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં સુલેહ શાંતી જળવાય રહે અને શરીર સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટેરૂ

ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર હથીયારો / ગે.કા. પ્રોહિબીશનના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચના સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ. વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ભાવેશભાઈ મકવાણાને મળેલી બાતમી આધારે બે શખ્સો  પ્રતીક જાવંતરાય ત્રીવેદી (ઉ.વ.૩૫ રહે.ખોડલધામ સોસાયટી દેવ એપાર્ટમેન્ટ ઓ વીંગ બ્લોક નં.૧૦ર જુનાગઢ) તથા યોગેશગીરી રસીકગીરી અપારનાથી (ઉ.વ.૪૨ રહે. જોષીપુરા જુલેલાલ બેકરી સામે બ્લોક નં. ૧૩ જુનાગઢ)ને રાજકોટ ૮૦ ફૂટ રોડ બોલ બાલા માર્ગ બાલાજી રેફ્રીજેશન નામની દુકાનથી આગળ  રોડ ઉપરથી ઇકો કારમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ સાથે પકડી લેેવાયા છે. કારમાંથી બોટલ નંગ-૭ર કિ.રૂ. ૩૬,૦૦૦નો મળતા તે અને કાર મળી કુલ મુદામાલ રૂ. ૧,૮૬,૦૦૦નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

 

આ કામગીરી પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરીમાં પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા, એ.એસ.આઇ. ફિરોજભાઇ શેખ, હેડ.કોન્સ. સલીમભાઇ મકરાણી, મનરૂપગીરી ગૌસ્વામી, દિનેશભાઇ બગડા, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. પ્રવિણકુમાર મિણા તથા એ.સી.પી.એચ.એલ.રાઠોડની સૂચના મુજબ થઇ હતી.

(8:22 pm IST)