Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટમાં રાજયનો પ્રથમ મેડીકલ પાર્ક બનશે : વિજયભાઇ રૂપાણી

રાજકોટ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરેલ કે રાજકોટમાં રાજયનું સૌપ્રથમ મેડીકલ પાર્ક બનશે.

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયરૂપાણીઅે હોમટાઉન રાજકોટને વધુ અેક ભેટ આપી છે. રાજકોટના ભાગોળે ૧૩૬ હેકટર જમીનમાં રાજયના સૌપ્રથમ મેડિકલ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત મુખ્‍યપ્રધાન રૂપાણીઅે કરી છે. રાજકોટમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે વધુ અેક જીઆઇડીસીની માંગ ઉઠી હતી. જેના પગલે હવે શહેરના પાદરે નાગલપુરમાં ૧૩૬ હેકટરમાં નવા જીઆઇડીસી અેકમની સ્‍થાપના કરવામાં આવશે. નવા મેડિકલ પાર્કમાં અંદાજિત ૪પ૦ થી વધુ અેકમોને સમાવી શકાશે. જેની સાથે જીઆઇડીસીમાં ફાર્મા કંપનીઓ પણ આવશે અને ફકત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્‍ટ્રનો વિકાસ થશે.

(9:51 pm IST)