Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટમાં ચુંટણી જંગ જામ્‍યો રિક્ષાઓ પાછળ પક્ષના પ્રચાર બેનરો : નેતાઓ પાસે વચનોની ઉઘરાણીના પ્રશ્‍નો કરતા લોકો

રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. રિક્ષાઓ પાછળ વિવિધ રાજકીય પક્ષોના પ્રચાર બેનરો જોવા મળે છે. નેતાઓ પાસે અગાઉ આવેલા વચનોની ઉઘરાણીના પ્રશ્‍નો લોકો કરી રહેલ છે.

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્‍યો છે ત્‍યારે હવે રીક્ષા પાછળ બેનરો લગાવીને જનતા સીધા નેતાઓને સવાલ કરી રહી છે કે ભૂતકાળમાં કરેલા વચનોનું શું થયું ? શહેરના વોર્ડ નં. ૯ ખાતે રીક્ષા પાછળ બેનરો લગાવી નેતાઓને કેટાલક સવાલો કરવામાં આવ્‍યા છે. આ બેનરો ભાજપના વિરોધીઓઅે લગાવ્‍યા હોવાનું અનમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે. તો હવે રીક્ષા પાછળ બેનરો લગાવીને નેતાઓને સીધા તેમના વાયદાઓના હિસાબ વિશે સવાલાત કરવામાં આવી રહ્યા છે.

બેનરો માં

  • શિક્ષણની ફી વધારા સામે વાલીઓ સાથે ઉભા રહેવાની વાતનું શું ?
  • ર૪ કલાક પાણી આપવાના વચનનું શું થયું ?
  • સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષાની વાત કરવામાં આવી તેનું શું ?
  • ભૂગર્ભ ગટરની વ્‍યવસ્‍થા કરી ચોમાસામાં પાણી નિકાલના વાયદાનું શું થયું ?
  • ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધારવાના બદલે ઘરે-ઘરે ઇ-મેરો પહોંચાડયા વગેરે સવાલો કર્યા છે.
(10:09 pm IST)