Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પત્નિએ નોંધાવેલ ફરિયાદમાં માલવીયા પેટ્રોલ પંપના સંચાલક વિશાલ શાહની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૧૬: અત્રે માલવીયા પેટ્રોલ પંપનાં સંચાલક વિશાલ શાહનાં પત્ની તન્વીબેને કરેલ ખોટી અને ઉપજાવી કાઢેલ ફરીયાદના કામે આરોપી વિશાલ શાહનો આગોતરા જામીન પર છુટકારો સેશન્સ કોર્ટ ફરમાવેલ હતો.

આ અંગે કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસે ઓરમ બીલ્ડીંગના અગીયારમાં માળે સાસરૂ ધરાવતા અને હાલ કાલાવડ રોડ ઉપર માવતરે રહેતા તન્વીબેન વિશાલભાઇ શાહ નામની પરીણીતાએ માલવીયા પેટ્રોલ પંપના માલીક તેમના પતિ વિશાલ મનોજ શાહ સામે ત્રાસ, મારકૂટ અને કારમાં તોડફોડ કરી હોવાની મહીના પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આમ, ઉપરોકત તદન ખોટા અને ઉપજાવી કાઢેલ બનાવ અંગેનો ગુન્હો આરોપી વિશાલ શાહની વિરૂધ્ધ રજીસ્ટર કરાવેલ. જે મુજબ આરોપી વિશાલ શાહે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે જામીન અરજીમાં રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ એ. ભારદ્વાજએ દલીલ કરતા જણાવેલ હતુ કે, વિશાલ શાહની સામે સોપ્રથમ ખોટી અરજી કરવામાં આવેલ હતી. જે અરજીના કામે પોલીસે સૌપ્રથમ તેમની સામે ચેપ્ટર કેસ કરવામાં આવેલ અને જામીન પર મુકત થઇ જતા ફરીયાદ નોંધાવેલ છે.

વિશેષમાં એવી પણ દલીલ કરેલ હતી કે અગાઉ આરોપી વિશાલ શાહે તેમના છુટાછેટા વખતે જે રકમ આપેલ હતી. તે રકમ પરત ન આપવી પડે અને વધુ નાણા ફરીયાદીના પિતા મેળવવા માંગતા હોય, તેવા કારણોસર હાલની આ તદન ખોટી મેળવવા માંગતા હોય, તેવા જેથી આગોતરા જામીનને પાત્ર ગણવા વિનંતી છે. જે મુજબની દલીલો અને રજુઆતો કરેલ અને વિવિધ કોર્ટના ચુકાદા રજુ કરી ભારદ્વાજે રજુઆત કરેલ સાથે સત્ય હકીકત નામ. કોર્ટ સમક્ષ લાવવામાં સફળ રહેલ છે. જેથી નામ. સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિશાલ શાહને આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ.

આ કામના આરોપી વિશાલ શાહ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટશ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો. તારક સાવંત, કાતીકેય મહેતા રોકાયા હતા.

(3:10 pm IST)