Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસે ટેન્કર ડિવાઇડર સાથે અથડાતાં કેબીનનો બૂકડોઃ થાંભલો પણ ઉખડી ગયોઃ ટ્રાફિક જામ

ગોંડલ રોડ પરથી આવતાં ટેન્કર ચાલકે ટ્રેલરને બચાવવા પ્રયાસ કરતાં અકસ્માતઃ સદ્દનસિબે કોઇને ઇજા ન થઇ

રાજકોટઃ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડીના પુલ પાસે કુવાડવા તરફ જઇ રહેલું ટેન્કર થાંભલા સાથે અથડતાય બાદ કેબીન સાથે અથડાતાં ભારે નુકસાન થયું હતું. થાંભલો ઉખડી ગયો હતો અને કેબીનનો પણ બૂકડો બોલી ગયો હતો. ટેન્કર થાંભલા સાથે અથડાતાં આગળના ભાગમાં ભારે નુકસાન થયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા પહોંચી નહોતી. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ટેન્કર પુલ પરથી કુવાડવા તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે જ એક ટ્રેલર પણ આવ્યું હતું. અહિ કામ ચાલુ હોઇ અને વચ્ચે પથ્થર મુકાયા હોઇ ટ્રેલરની બચાવવાના પ્રયાસમાં ટેન્કર ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીસીઆર વેનના કોન્સ. પ્રદિપસિંહ ઝાલા, હોમગાર્ડ મુકેશભાઇ, એસઆરપી જવાનો પહોંચી ગયા હતાં. ટ્રાફિક પોલીસે પણ પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:13 pm IST)
  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST

  • પૂજ્ય ભાઈશ્રી માટે વિકૃત માનસિકતાવાળા તત્વો અફવા ફેલાવી હતી તે નિંદનીય છે. "ભાઇશ્રી"એ (રમેશભાઈ ઓઝાએ) ટ્વિટ કરી જાહેર કરેલી વિગતો..(વીનુ જોશી, જૂનાગઢ) access_time 12:03 pm IST

  • પાટનગર દિલ્હીમા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવાનો નિર્ણય: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત : કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે ર૪ મે સોમવારે સવારે પ સુધી રાજધાનીમાં લોકડાઉન ચાલુ રહેશે. આ સમય દરમિયાન નિયમોમાં કોઈ નવી છૂટછાટ નથી આપી. access_time 4:55 pm IST