Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 82 કેસ: કુલ આંક 39,541એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 82 કેસ નોંધાતા કુલ આંક 39,541એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 82 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 39,541 થયા છે.ગઈકાલે 445 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  37,471 થતા રિકવરી રેટ  94.96 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 10,93,819 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:52 pm IST)