Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી: ભકિતનગર સર્કલ વિસ્તારમાં વૃક્ષ ધરાશય:કોરોના ટેસ્ટીંગ બુથનું ખેદાન-મેદાન

રાજકોટ: શહેરમાં આજે આખો દિવસ વાવાઝોડા આવે તે પૂર્વ ની વ્યાપક અસરો જોવા મળી લોકો એ આકરો બફારો અનુભવ્યો એ સાથે પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ઢળતી સાંજે પૂર્વ દિશામાં થી ઝંઝાવાતી પવનો ફૂકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ઉડી અને ઠંડા પવનો વહેતા થયા હતાં . શહેરમાં ઘડીભર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો . ધૂળની ડમરીઓ વચ્ચે લોકોને રોડપર થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું . ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો - રાહદારીઓ આંખો ખોલીને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું .
ભારે પવનને લઈને ભકિત નગર સર્કલ વિસ્તારમાં 80 ફુટ રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશય થયુ હતુ. સાથો સાથ આ વિસ્તારમાં આવેલ કોરોના ટેસ્ટીંગ બુથ  ખેદાન-મેદાન થયુ હતુ

(10:02 pm IST)