Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ડેલાવાળા પરિવારનો મનોરથ

રાજકોટઃ સમગ્ર ડેલાવાળા પરિવારનો જસુભાઈ મંડાણ (બાલકૃષ્‍ણ લાલજી હવેલીની બાજુમાં) ભવ્‍ય ખીચડી ખેલ-કીર્તન અને આમ મનોરથ બે દિવસ ધામધૂમથી ઉજવામાં આવેલ. રાજકોટની કીર્તન મંડળીએ કીર્તન અને રાસની રમઝટ બોલાવેલ. આ પ્રસંગે વજુભાઈ વાળા, મેયર પ્રદીપભાઈ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, તેમજ સમગ્ર ડેલાવાળા પરિવારના રાયચંદભાઈ ખેતસી, કાનજીભાઈ ખેતસી, પોપટલાલ ખેતસી, કસ્‍તુરચંદ ખેતસી, ચતુરદાસ ખેતસી, મનસુખભાઈ ડેલાવાળા (હળવદ), રમણલાલ ડેલાવાળા (હળવદ), લલિતચંદ, મણિલાલ (ધ્રાંગધ્રા) સહીત ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા હસમુખભાઈ ડેલાવાળા અને ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ પરિવાજનોના સભ્‍યોએ જહેમત ઉઠાવેલ.

 

(4:12 pm IST)