Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજકોટ-દિલ્હી-સરાયરોહીલ્લા સ્પેશ્યલ અને હાપા-બિલાસપુર સ્પેશ્યલ નવી સુચના સુધી દોડતી રહેશે

ઓખા-મુંબઇ સ્પેશ્યલ સપ્તાહમાં ૪ દિવસના બદલે દરરોજ દોડશેઃ મુસાફરોની સંખ્યા વધી

રાજકોટ, તા., ૧૬: મુસાફરોની સુવિધા અને વધતી માંગને પુરા કરવા માટે રાજકોટ ડીવીઝનની બે જોડી સ્પેશ્યલ ટ્રેનોની આવ-જા વધારી દેવામાં આવી છે. સાથોસાથ ટ્રેન સંખ્યા ૦ર૯૪૬ અને ૦ર૯૪પ  ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલની ફિકવન્સી સપ્તાહમાં ૪ દિવસની વધારી દરરોજ કરી દેવામાં આવી છે.

રાજકોટ ડીવીઝનના સિનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફના જણાવ્યા મુજબ ટ્રેન નં. ૦૯પ૭૯ રાજકોટ-દિલ્હી-સરાઇરોહીલ્લા સ્પેશ્યલ ર૪ જુન ર૦ર૧થી નવી સુચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા ૦૯પ૮૦ દિલ્હી-સરાઇરોહીલ્લા-રાજકોટ સ્પેશ્યલ રપ જુન-ર૦ર૧ થી નવી સુચના ન મળે ત્યાં સુધી દોડશે. ટ્રેન નં. ૦૯ર૩૯ હાપા-બિલાસપુર જંકશન સ્પેશ્યલ ર૬-જુન-ર૦ર૧થી નવી સુચના ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. આવી રીતે ટ્રેન નં. ૯ર૪૦ બિલાસપુર  જંકશન-હાપા સ્પેશ્યલ ર૮ જુન-ર૦ર૧ થી આગળની સુચના સુધી ચાલુ રહેશે.

ટ્રેન સંખ્યા ૦ર૯૪૬/૦૨૯૪૫ ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલની ફિકવન્સી સપ્તાહમાં ૪ થી વધારી દરરોજ કરવામાં આવી છે. આવી જ રીતે ૦ર૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલ ર૪ જુન-ર૦ર૧ થી નવી સુચના મુજબ દરરોજ દોડશે.

(1:22 pm IST)