Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આ ભાઇને પણ વસ્તુઓ શરીર ઉપર ચોંટી જાય છે

વેકસીન લીધા બાદ શરીર ઉપર વસ્તુઓ ચોટવા લાગવાનો વધુ એક અજીબો ગરીબ કિસ્સો : રાજસમઢીયાળાના ધનજીભાઇ લીંબાસીયા (પટેલ) એ આવા બે-ત્રણ કિસ્સાઓ સાંભળતા પોતે પણ પ્રયોગ કરતાં તેમને પણ શરીર ઉપર ચમચી, સિકકા, રીમોટ ચોટવા લાગ્યા

રાજકોટઃ કોરોનાની રસીના ડોઝ લીધા બાદ શરીર ઉપર ચુંબકીય વસ્તુઓ ચોંટી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો આજે વધુ એક આવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટથી ભાવનગર હાઇવે ઉપર આવેલ રાજસમઢીયાળા ગામના ૫૯ વર્ષના શ્રી ધનજીભાઇ લીંબાસીયા (પટેલ) મો.૯૯૨૫૫ ૧૪૯૮૨ જણાવે છે કે મેં વેકસીનના બંને ડોઝ લઇ લીધા છે.  વેકસીન લીધા બાદ ચોટીં જવાની ઘટનાઓ નિહાળી હતી. આવા સમાચાર સાંભળ્યા બાદ મારો નાનો પુત્ર પણ રસોડામાંથી ચમચી લઇને મારા શરીર ઉપર રાખી તો અખબારો અને ટીવીમાં ચમચી, સિકકા જેવી વસ્તુઓ તે ચોટી ગઇ. મારા અને મારા પરિવાર સૌને આશ્ચર્ય થયું. પછી સિકકા અને રિમોટ રાખ્યા તે પણ ચોંટી ગયા. રાજસમઢીયાળા ગામમાં ખેતીકામ કરતાં ધનજીભાઇ વધુમાં જણાવે છે કે આવુ થતાં મને પણ આશ્ચર્ય થયુ હતુ. સાથો સાથ કુતુહલ પણ સર્જાયુ છે. આમ આ પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

(3:12 pm IST)