Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

તા.૧-૭-૨૦૨૧ થી અમલી બનતી આવકવેરાની કલમ ૧૯૪ (Q) મુજબ રૂ.૫૦ લાખથી ઉપરની ખરીદી ઉપર ખરીદનારે TDS કરવાની જવાબદારી તેમજ કલમ ૨૦૬ AB અને ૨૦૬ CCA નીચે રીટર્ન ન ભરનાર ઉપર ઉંચા દરે TDS-TCS

નાણાકીય ધારા ૨૦૨૧ મુજબ ટી.ડી.એસ.ની કપાત અંગેની નવી જોગાવાઇ કલમ ૧૯૪ (Q) હેઠળ નિયત મુલ્યથી વધુ ખરીદીના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે. કલમ ૧૯૪ (Q) ખરીદનારને લાગુ પડે છે. અમે આનો અમલ તા.૧/૭/૨૦૨૧ થી લાગુ પડે છે.

તા.૧/૭/૨૦૨૧ (આકરણી વર્ષ ૨૦૨૨-૨૩) થી અમલમાં આવતી આ જોગવાઇ માલ ખરીદનાર એટલે કે BUYER કે જેનું આગળના નાણાંકીય વર્ષ એટલે કે તા.૧/૪/૨૦૨૦ થી ૩૧/૩/૨૦૨૧ ના સમય માટે વાર્ષીક ધંધાકીય વેચાણ ગ્રોસ રીસીટ કે ટર્નઓવર રૂ.૧૦ કરોડથી વધુ હોય અને તેના દ્વારા (ખરીદનાર) ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કોઇપણ રહીશ શખ્શ (વહેંચનાર) પાસેથી રૂ.૫૦ લાખથી વધુ મુલ્યના માલસામાનની ખરીદી કરવામાં આવે તો તેને લાગુ પડે છે. તેમજ આવી ખરીદીની રકમ-વેચનારના ખાતે જમા કરતી વખતે કે ચુકવણી કરતી વખતે જે બેમાંથી વહેલુ હોય તે સમયે ખરીદી મુલ્યની રકમના ૦.૧ ટકાના દર ટી.ડી.એસ.ની કપાત ખરીદનાર શખ્શે વહેચનાર શખ્શ પાસેથી કરવાની રહેશે. (રૂ. ૫૦ લાખની રકમ બાદ કર્યા બાદ ૦.૧ ટકા કપાત કરવાનો રહેશે.)

DEDUCT AN AMOUNT EQUAL TO 0.1 PER CENT OF SUCH SUM EXCEEDING FIFTY LAKHS RUPEES AS INCOME-TAX

કલમ ૨૦૬ AAમાં સુધારા કરેલ મુજબ કલમ ૧૯૪ (Q) નીચે કપાત કરતી વખતે જો વહેચનાર PAN ન ધરાવતો હોય તો તેવા કેઇસમાં ખરીદનારે ૦.૧ ટકાની બદલે ૫ ટકાના દરે ટી.ડી.એસ. કરવાનો રહેેશે.

નીચેના કેઇસમાં કલમ ૧૯૪ (Q) લાગુ પડશે નહિ.

(૧) કેન્દ્ર સરકાર નોટીફીકેશન દ્વારા જાહેર કરે તેવી વ્યકિત કે જે 'ખરીદનાર' ની વ્યાખ્યામાં સમાવિષ્ટ ન થતી હોય તે.

(૨) જો ખરીદનાર દ્વારા વહેચનારને ચુકવવાની રકમ ઉપર ઇન્કમટેકસના કાયદા હેઠળ ટી.ડી.એસ.ની અન્ય કોઇ કલમ નીચે કપાત કરવાની થતી હોય તો તેવા વ્યવહારમાં  કલમ ૧૯૪ (Q) લાગુ પડશે.

નહિ પણ જે કલમ નીચે કપાત કરવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય તે કલમની જોગવાઇ, વ્યાજ, પેનલ્ટી (જો કપાત ન કરે તો) લાગુ પડશે.

દા.ત. ટી.ડી.એસ.ની કલમ ૧૯૪ ઓ (E- COMMERCE OPERATOR દ્વારા E-COMMERCE PARTICIPANT ને માલ સામાન કે સેવાના વેચાણ અવેજની ચુકવણી.

ઉપરના વ્યવહારમાં કલમ ૧૯૪ ઓ મુજબ કપાત કરવાની હોવાથી કલમ ૧૯૪ (Q) લાગુ ન પડે.

(૩) તે જ પ્રમાણે વહેચનાર દ્વારા કલમ ૨૦૬ સી હેઠળ ટી.સી.એસ કરવાને પાત્ર હોય તેવા વ્યવહારમાં (કલમ (૨૦૬ -સી 1H) સિવાયની જોગવાઇ) કલમ ૧૯૪ (Q) લાગુ પડશે નહિ.

(અ) દાત. કલમ ૨૦૬ સી (૧) નીચે સ્ક્રેપ ભંગાર, મિનરલ્સ, કોલ, લીગ નાઇટ, આર્યન ઓટ, આલ્કોહોલ, લીંકર, રૂોટેસ્ટ પ્રોડકટ વગેરે પર વહેંચનાર ટી.સી.એસ. જે તે દરે કરવાનો હોય છે. તેને કલમ ૧૯૪ (Q) લાગુ ન પડે.

(બ) તેવી રીતે કલમ ૨૦૬ (IF) મુજબ રૂ. ૧૦ લાખ ઉપરની કિંમતની મોટરકાર ઉપર ટી.સી.એસ. લાગુ પડતો હોય તો કલમ ૧૯૪ (Q) લાગુ ન પડે.

(ક) કલમ ૨૦૬ (IG) મુજબ રૂોરેન રેમીટન્સ થ્રુ LIBERALISED REMITTANCE SCHEME (LRS) નીચે TCS કરવાનો હોય તો.

એટલે કે કલમ ૨૦૬સી (1H) સિવાયની કલમ હેઠળ ટી.સી.એસ કરવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય તો ઉપરોકત કલમ ૧૯૪ Q લાગુ પડશે નહિ.

ટી.સી.એસ.ની કલમ ૨૦૬ સી (1H) લાગુ પડે કે ટી.ડી.એસ.ની નવી કલમ ૧૯૪ (Q)

કલમ ૨૦૬ સી (1H)નો અમલ આપ જાણો છો તેમ તા.૧/૧૦/૨૦૨૦થી થઇ  ગયો છે. જે કલમ માલ વહેંચનારને લાગુ પડે છે. જેની શરતો મુજબ વહેંચનારનું આગળના વર્ષનું ટર્નઓવર રૂ.૧૦ કરોડથી વધારે હોય અને નાણાંકીય વર્ષ દરમિયાન કોઇ ખરીદનારને રૂ.૫૦ લાખનું વધુ મુલ્યનો માલ સામાન વેંચાણ કરવામાં આવે તો આવા વહેંચાણના મુલ્યની રકમ સ્વીકારતી વખતે ખરીદનાર પાસેથી ૦.૧ ટકા ટીસીએસ વસુલવાનો રહે છે.

 નવી ઉમેરાયેલી કલમ ૧૯૪ (Q) ખરીદનારને લાગુ પડે છે. જેનો અમલ ઉપર જણાવ્યુ તેમ ૧/૭/૨૦૨૧ થી થાય છે અને તેથી કોઇ વ્યવહારમાં ઉપરોકત બંને  કલમો લાગુ પડતી હોય તો કલમ ૧૯૪ (Q) મુજબ ખરીદનારને ટીડીએસ તા.૧/૭/૨૦૨૧થી કપાત કરવાની જવાબદારી રહેશે. જે અંગેની જોગવાઇ કલમ ૨૦૬ સી (1H) માં કરવામાં આવી જ છે. એટલે કે એક જ વ્યવહારમાં ડબલ કપાત ન થાય તે માટે ખરીદનારને જો શરતોની આધિન કલમ ૧૯૪ (Q) મુજબ ટીડીએસ કરવાનો થતો હોય તો તેની વ્યવહારીક સમજથી પત્રદ્વારા વહેચનારને જાણ કરવી જોઇએ. જેથી કરીને તા.૧/૭/૨૦૨૧ થી અમલી બનતી કલમ ૧૯૪ (Q) મુજબ ખરીદનાર ટીડીએસ કરી શકે અને જો ખરીદનારને કલમ ૧૯૪ (Q) લાગુ પડતી ન હોય પણ તેવા વ્યવહાર ઉપર વહેંચનારને કલમ ૨૦૬ સી (1H) મુજબ ટી.સી.એસ કપાત કરવાનો થતો હોય તો તે કલમ અનુસાર વહેંચનાર કપાત કરવાનું રહેશે.

કલમ ૧૯૪ (Q) હેઠળ જો ખરીદનાર દ્વારા ટીડીએસની જવાબદારી અદા કરવામાં  ન આવે તેવા કેઇસમાં ખરીદનારના કેઇસમાં આવી ખરીદીના મુલ્યના ૩૦ ટકા જેટલી રકમ નામંજુર (ડીસએલાઉ) થાય એટલે કે આવકમાં ઉમેરવા પાત્ર બને જેથી આ જોગવાઇનો અમલ દરેક વ્યવહાર તપાસી લઇને નકકી કરીને જો લાગુ પડતો હોય તો કરવાનો રહેશે.

તા.૧/૭/૨૦૨૧થી રીટર્ન ન ભરનાર વ્યકિતએ ઉંચા દરોએ ટીડીએસ આપવો પડશે.

નાણાંકીય ધારા ૨૦૨૧માં નવી કલમ ૨૦૬ AB ઉમેરવામાં આવી છે. જેના અમલ તા.૧/૭/૨૦૨૧થી થાય છે. આ કલમ મુજબ રીટર્ન ન ભરનાર વ્યકિતઓના સંદર્ભમાં ઉમેરવામાં આવી છે. જે મુજબ ટી.ડી.એસ. કપાત માટેના નિયત દરથી ડબલ દરે અથવા ૫ ટકાના દરે બેમાંથી જે દર વધુ હોય તે દર પ્રમાણે ટીડીએસ થઇ શકે.

આ કલમ SPECIFIED PERSON  એટલે કે નિયત શખ્સ સાથેના ટીડીએસ કપાત કરવા અંગેના વ્યવહારોને લાગુ પડે છે. એટલે કે જો SPECIFIED PERSON નો ટીડીએસ કપાત કરવાનો હોય તો ઉંચો દરે કપાત કરવાની રહે છે.

આ જોગવાઇ મુજબ સ્પેસીફાઇડ પર્સન એને કહેવાય કે જેના અગાઉના બને આકરણી વર્ષનો બે વર્ષના ટીડીએસ તેમજ ટીસીએસની કુલ રકમ રૂ. ૫૦ હજાર કે તેથી વધુ (દરેક વર્ષમાં) થતી હોય અને તે વ્યકિતએ આવકવેરાના બે વર્ષના રીર્ટન ભરેલ ન હોય તેમજ આવકવેરાના રીર્ટન ભરવાની તારીખ, મુદત પણ પુરી થઇ ગઇ હોય આવી વ્યકિતનો કેઇસમાં ટીડીએસ કપાત માટેના નિયત દરના બેવડી દરે કે ૫ ટકાના દરે બેમાંથી જે વધુ હોય તે દરે ટીડીએસ કરવાની જવાબદારી થશે. (PAN ધરાવતી હોય)

જો કે આ જોગવાઇ (કલમ ૨૦૬ એબી) જે વ્યકિત બિન રહીશ  (NON RESIDENT)  હોય અને ભારતમાં PERMANENT ESTABLISHMAENT  ધરાવતો ન હોય તેને લાગુ પડશે નહિ.

તેમજ અપવાદ રૂપે કલમ ૨૦૬ એબી નીચે ઉંચોદર ટીડીએસની કપાત નીચે જણાવેલ ચુકવણી અંગે ટીડીએસ કરતી વખતે પણ લાગુ પડશે નહિ.

(૧) કલમ ૧૯૨ મુજબ પગાર અંગે ચુકવણી

(૨) કલમ ૧૯૨ એ મુજબ કર્મચારીના પ્રો.ફંડ ચુકવણી

(૩) કલમ ૧૯૪ બી/ બીબી મુજબ લોટરી, ગેમ શો, ઘોડાદોડ વગેરે ચુકવણી

(૪) કલમ ૧૯૪ એલબીસી મુજબ સીકયોરીટાઇઝેશન ટ્રસ્ટમાંથી ઉદભવતી આવક

(૫) કલમ ૧૯૪ એન મુજબ બેંક, પોસ્ટ ઓફીસ, વગેરેમાંથી નિયત રકમ ઉપાડ ઉપર (રૂ.૧ કરોડ, ૨૦ લાખ વગેરે)

રીટર્ન ન ભરનારે ઉંચા દરે ટીસીએસ કપાવવાનો

તા.૧/૭/૨૦૨૧ થી કલમ ૨૦૬ CCA, (ટીસીએસ) ઉમેરવામાં આવી છે. જેના શરતો તેમજ ઉપર કલમ સ્પેશીફાઇડ પર્સન વ્યાખ્યા ઉપર કલમ ૨૦૬AB મુજબ છે.   આ કલમ ટીસીએસને પાત્ર વ્યવહારોને લાગુ પડે છે. જે પ્રમાણે જો કોઇ શખ્શને સ્પેશીફાઇડ પર્સન પાસેથી મળતી રકમના સંદર્ભમાં ટીસીએસ વસુલ કરવા પાત્ર હોય તો નિયત દરના બેવડા દરે અથવા ૫ ટકા દરે જે વધુ હોય તે દરે ટીસીએસ વસુલાત કરવાનો રહેશે. (PAN ધરાવતી હોય)

કલમ ૨૦૬ એબી અને કલમ ૨૦૬ સીસીએ કે જે બેવડા ટીસીએસ અને ટીસીએસ અંગે છે. જેના અમલમાં વ્યકિત ને વ્યવહારીક મુશ્કેલી પડી શકે છે. જેથી આ અંગે ટીડીએસ કાપનાર તેમજ

ટીસીએસ કરનાર વ્યકિત સામેની વ્યકિત પાસેથી ડેકલેશન કે અન્ડરરેકીંગ લઇ શકે જેના આધારે તે ટીડીએસ / ટીસીએસનો નિયત દરે કે બેવડ દરે કે ૫ ટકા દરે તા.૧/૭/૨૧થી અમલ કરી શકે.

આપ જાણો છો કે દર વર્ષે ટીડીએસ/ ટીસીએસની જોગવાઇનો વ્યાપ વધતો જાય છે. આ અટપટી જોગવાઇ અંગે આશા છે કે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ સી.બી.ડી.ટી. દ્વારા યોગ્ય ખુલાસો તેમજ માર્ગદર્શન ભવિષ્યમાં મળશે જેથી ઉપરોકત નવી જોગવાઇઓના અમલ કરવામાં ઉપસ્થિત થતી વ્યવહારીક મુશ્કેલીઓનો અંત આવે.

રાજુભાઇ એમ. માણેક

એમ.એન. માણેક એન્ડ કાું

 એડવોકેટ

મો. ૯૮૨૫૯ ૪૪૭૬૫

(3:13 pm IST)