Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજકોટ ડી.ડી.ઓ. તરીકે છેલ્લા ૩ દાયકામાં સૌથી વધુ સમય રહેવાનો રાણાવાસિયાનો વિક્રમ

૫ એપ્રિલ ૨૦૧૮ના દિવસે ચાર્જ સંભાળેલ, હવે બદલી નક્કી

રાજકોટ, તા. ૧૬ :. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ (આઈ.એ.એસ.) છેલ્લા ૩ દાયકામાં પોતાના પદ પર સૌથી વધુ સમય રહેવાનો વિક્રમ સર્જયો છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસોમાં જ તેમની બદલી નિશ્ચિત ગણાય છે. તેઓ કલેકટર બનવા પાત્ર બની ગયા છે.

શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તા. ૫ એપ્રિલ ૨૦૧૮ના દિવસે ચાર્જ સંભાળેલ. તેમને આ પદ પર ૩ વર્ષ ૨ માસ અને ૧૧ દિવસ પૂરા થયા છે. રાજકોટના ડી.ડી.ઓ. તરીકે ૩ વર્ષ પૂરા કર્યા હોય તેવા ૪ અધિકારીઓ છે. તા. ૨૨-૭-૧૯૬૫થી તા. ૨૪-૯-૧૯૬૮ સુધી કે.વી. શાહ ડી.ડી.ઓ. તરીકે હતા. તે જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌથી વધુ સમય ડી.ડી.ઓ. રહેનારા ૪ પૈકીના એક અધિકારી છે. વાડીભાઈ પટેલ તા. ૨૬-૫-૧૯૭૭થી તા. ૩૦-૧૦-૧૯૮૦ સુધી એટલે કે ૩ વર્ષ ૫ માસ આ પદ પર રહ્યા હતા. તેમનો કાર્યકાળ સૌથી લાંબો છે. અશ્વિનીકુમાર તા. ૧૯-૪-૨૦૦૨થી તા. ૧-૬-૨૦૦૫ સુધી ડી.ડી.ઓ. તરીકે રહ્યા હતા. ૧૯૮૦ પછી સૌથી વધુ સમય રાજકોટના ડી.ડી.ઓ. તરીકે રહેવાનું માન વર્તમાન ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા (મો. ૯૯૭૮૪ ૦૬૨૪૫)ને  મળ્યુ  છે.

(3:14 pm IST)