Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સાડી, શુટીંગ શર્ટીંગ, હેન્ડલુમ, રેડીમેન્ટ ગાર્મેન્ટ, હોઝીયરીના ધંધાર્થીઓને પણ રાહત આપો

અમનેય લોકડાઉન નડયુ : રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્ટ એસો. દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૬ : મીની લોકડાઉન સાડી, શુટીંગ, શર્ટીંગ, હેન્ડલુમ, રેડીમેઇડ, ગારર્મેન્ટ, હોઝીયરી સહીતના ધંધાર્થીઓને પણ નડી ગયુ છે. ત્યારે આ વેપારીઓને પણ રાહત આપવા રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મર્ચન્ટસ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે કોરોના મહામારીના કારણે લગાવાતા પ્રતિબંધોના કારણે આ તમામ ધંધાર્થીઓ બરાબર ધંધો કરી શકયા નથી. મોટી નુકશાની વેઠવી પડી છે. ત્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવતા વ્યવસાયવેરો માફ કરવા તેમજ પ્રોપર્ટી ટેકસ એક વર્ષ માટે માફ કરવામાં આવે તો વેપારીઓને રાહતરૂપ બની રહેશે.

ઉપરાંત નાના દુકાનદારોને યોગ્યતા મુજબ જામીનગીરી વગર ઓછા વ્યાજના દરોથી ધીરાણ કરવા, દુકાન કે શોરૂમમાં કામ કરતા કારીગરોને સરકારી કે સહકારી મંડળીઓ દ્વારા સરળ ધીરાણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા જીએસટીમાં રાહત આપવા, વિજળીના બીલમાં રરાહત આપવા સહીતના મુદે એસો.ના પ્રમુખ હિતેષ અનડકટ (મો.૯૯૦૪૮ ૪૩૩૨૦) અને મંત્રી રૂપેશ રાચ્છ (મો.૯૨૨૭૬ ૮૪૧૮૧) દ્વારા રજુઆત કરવામાં આવી છે.

(3:16 pm IST)