Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મુંબઇ સ્થિત ફાયનાન્સ કંપનીના માલીક વિરૂધ્ધ ર૪ લાખના ચેક રિટર્નની અદાલતમાં ફરિયાદ

સ્કીમ બહાર પાડી અનેક લોકોને છેતર્યા

રાજકોટ તા. ૧૬: મુંબઇ સ્થિત ફાયનાન્સ કંપની આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસના માલીક વિરૂધ્ધ રૂ. ર૪,૦૦,૦૦૦/-ના ચેક રીટર્ન થતા કાનુની કાર્યવાહી કરી આરોપી રવિ બરકુ ગવલી વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ થયેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી રવિ બરકુ ગવલી આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસના ઓનર છે અને તેઓ મુંબઇમાં આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસના નામથી આર્થર રોડ નાકા, આનંદ કોમ્પ્લેક્ષ, ચીચપોંકલી, ઓફીસ નં.૧૦૧, મુંબઇ મુકામે મુખ્ય બ્રાન્ચ ધરાવે છે. આ સિવાય તેઓ મહારાષ્ટ્રમાં મુંબઇ તથા પુનામાં અને અન્ય મહાનગરોમાં પણ આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસના નામથી ફાયનાન્સની ઓફીસ ધરાવે છે અને તેઓ આશરે દરેક વર્ષ થયા અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો બહાર પાડી અને મોટી સંખ્યામાં પોતે તથા પોતાના એજન્ટો દ્વારા લોકોનું આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા અને સ્કીમ મુજબ લોકોને તેનું રીટર્ન આપતા આ મુજબ રાજકોટમાંથી પણ આશરે ૩૦-૩પ લોકોએ આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસમાં રોકાણ કરેલ અને આરોપી રવિ બરકુ ગવલી દ્વારા રોકાણકારોને અલગ-અલગ બેંકના ચેકો સહી કરી આપવામાં આવેલા અને આ ચેક નિયત સમય મર્યાદામાં રજુ રાખ્યેથી તમામ રોકાણકારોને નકકી થયા મુજબનું રીટર્ન મળી જશે તેવું પાકુ વચન અને વિશ્વાસ આપવામાં આવેલ પરંતુ ફરીયાદી (૧) પારૂલબેન મનોજભાઇ ચૌહાણ, રહે. મોચીનગર-ર પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ (રકમ રૂ. ૬,૭પ,૦૦૦/-) (ર) સગીર સત્યમ મનોજભાઇ ચૌહાણ, રહે. મોચીનગર-ર પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ (રકમ રૂ. ર,રપ,૦૦૦/-, (૩) સગીર શિવમ મનોજભાઇ ચૌહાણ, રહે. મોચીનગર-ર પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. (રકમ રૂ. ર,રપ,૦૦૦), (૪) કુશલ એમ. મકવાણા, રહે. વિક્રમ માર્બલ પાસે, રૈયા રોડ, રાજકોટ. (રકમ રૂ. ર,રપ,૦૦૦/-), (પ) ધર્મેશ એન. ઘાવરી, રહે. પરસાણાનગર, રાજકોટ (રકમ રૂ. ર,રપ,૦૦૦/-) જેવા અનેક રોકાણકારોએ આરોપી રવિ બરફ ગવલી દ્વારા આપવામાં આવેલ ચેક પોતાની બેંકમાં રજુ રાખતા તમામ ચેકો રીટનર્ર થયેલા.

આ તમામ ચેકો રીટર્ન થતા રોકાણકારોએ તેમના એડવોકેટ કિશન એમ. જોશીનો સંપર્ક સાધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કાર્યવાહી કરેલ. આ કાર્યવાહી દરમિયાન એડવોકેટ કિશન એમ. જોશીએ આર. આર. વર્લ્ડ, ફાયનાન્સીયલ સર્વિસીસ તથા તેના ઓનર રવિ બરકુ ગવલી વિશે વિતગવાર તપાસ કરતા એવું જાણવા મળેલ કે આરોપી રવિ બરકુ ગવલી દ્વારા દેશના અલગ-અલગ મહાનગરોમાંથી અનેક લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે મોટી રકમ એકઠી કરેલ છે અને વળતરના નામે અલગ-અલગ બેંકોના ચેક આપેલ છે. જે તમામ ચેક રીટર્ન થયેલા છે આરોપી રવિ બરકુ ગવલી વિરૂધ્ધ લોકોના પૈસા ઓળવી જવા બાબતે મુંબઇના આગરીપાડા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૪ર૦ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે અને આરોપીએ માત્ર મુંબઇમાં જ કરોડો રૂપિયાની છેતરપીંડી કરેલ છે તેવી વિગત જાણવા મળેલ.હાલ આરોપી મુંબઇ સેન્ટ્રલ જેલમાં જયુડીશ્યલ કસ્ટડીમાં છે અને આરોપી વિરૂધ્ધ દેશના અલગ-અલગ મહાનગરોમાં ચેક રીટર્નના કેસો થયેલ છે. ગુજરાતમાં પણ અમદાવાદ, બરોડા, સુરત તથા રાજકોટમાં રોકાણકારોએ આશરે એકાદ કરોડ જેટલું રોકાણ કર્યાનું જાણવા મળેલ છે અને આરોપી રવિ બરકુ ગવલીએ છેતરપીંડી કરી નાણાં ઓળવી જવાનું ધ્યાને આવતા લોકો ધીમે ધીમે બહાર આવી આરોપી વિરૂધ્ધ કાનુુની કાર્યવાહી કરવા લાગેલ છે. હાલમાં રાજકોટની અલગ અલગ એડી. ચીફ જયુડી. કોર્ટ દ્વારા આરોપી રવિ બરકુ ગવલી વિરૂધ્ધ ચેક રીટર્ન કેસો થતા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ મુજબ રકમ રૂ. ર૪,૦૦,૦૦૦/- ના અંકે રૂપિયા ચોવીસ લાખના સમન્સ કાઢવામાં આવેલ છે. જેમ જેમ રોકાણકારોના ધ્યાને છેતરપીંડી થયાનું ધ્યાને આવે છે તેમ રોકાણકારો કાનુની કાર્યવાહી કરી પોતાનું રીટર્ન મેળવવાના પ્રયત્ન કરે છે તેમ જાણવા મળેલ છે.

(3:38 pm IST)