Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વિદેશી દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર ઉપેન્દ્રને ઝડપી લેતી પોલીસ

ભકિતનગર પોલીસે અમદાવાદના શખ્સને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૬ :. ભકિતનગર વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર શખ્સને ભકિતનગર પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન પીએસઆઈ આર.જે. કામળીયા, એએસઆઈ ભાનુભાઈ મીયાત્રા, ફિરોજભાઈ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, રણજીતસિંહ, મનિષભાઈ, ભાવેશભાઈ, વાલજીભાઈ, દિવ્યરાજસિંહ, મૈસુરભાઈ, રાજેશભાઈ અને હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રણજીતસિંહ જાડેજા અને મનિષભાઈને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂના ગુનામાં સાતેક વર્ષથી ફરાર ઉપેન્દ્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૩૬) (રહે. બી-૩૭ તપશીલ સોસાયટી, વિરાટનગર ઓઢવ-અમદાવાદ)ને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધો હતો.

(4:02 pm IST)