Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાધેક્રિષ્‍ના લર્નીંગ એપનું રવિવારે લોન્‍ચીંગ

૧૬ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા પ્રો. રશ્‍મિ પાલા દ્વારા તૈયાર કરાયેલ : સાથે જય વસાવડાનો સેમીનાર : રસ ધરાવતા તમામને વિનામુલ્‍યે પ્રવેશ

રાજકોટ તા. ૧૬ : ક્રાઇસ્‍ટ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા અને શિક્ષણ ક્ષેત્રે ૧૬ વર્ષનો અનુભવ ધરાવતા પ્રો. રશ્‍મિ એન. પાલા દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘રાધેક્રિષ્‍ના લર્નીંગ એપ'નો તા. ૧૯ ના રવિવારે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે લોન્‍ચીંગ સમારોહ ગોઠવવામાં આવ્‍યો છે. સાથે જાણીતા વકતા, લેખક અને મોટીવેશનલ સ્‍પીકર જય વસાવડાનો સેમીનાર પણ યોજેલ છે. રસ ધરાવતા સૌને વિનામુલ્‍યે પ્રવેશ છે. આ માટે રજીસ્‍ટ્રેશન વ્‍યવસ્‍થા રાખેલ છે. ગુજરાતી મીડીયમ માટેનો સમય સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ અને ઇંગ્‍લીશ મીડીયમ માટેનો સમય ૧૦.૪૫ થી ૧૨.૪૫ નો છે. સમગ્ર કાર્યક્રમનું એન્‍કરીંગ હર્ષલ માંકડ સંભાળશે. આ ફ્રી સેમીનારમાં ધો.૧૦ ના જીએસઇબી અંગ્રેજી અને ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને રીડીંગ ટીપ્‍સ અંગેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ૧૫ વિદ્યાર્થીઓ ઉપર રીસર્ચના આધારે આ સમગ્ર એપ અને સેમીનાર આયોજીત કરાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ડીઝીટલ ઇન્‍ડિયાની થીમને આગળ વધારી ભણતરની દુનિયામાં ક્રાંતિ લાવવા પ્રો. રશ્‍મિ એન. પાલાએ કરેલ પ્રયાસ હવે એપ્‍લીકેશનના માધ્‍યમથી ચરીતાર્થ થવા જઇ રહ્યો છે. આ સેમીનારનો લાભ લેવા કે વધુ માહીતી માટે મો.૭૫૭૫૮ ૮૮૮૬૧ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:14 pm IST)