Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બગસરા નાગરિક સહ.મંડળી દ્વારા ભેટ વિતરણ

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી શાખા રાજકોટમાં સભાસદોને ભેટ વિતરણનો કાર્યક્રમ મેયર પ્રદીપ ડવની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. સંસ્‍થાના જનરલ એમ.ડી. નિતેષભાઇ ડોડીયા, શાખા એમ. ડી. અરવિંદભાઇ નાગ્રેચા, ડીરેકટર ભરતભાઇ ગઢીયા, પૂર્વ ડીરેકટર મુકેશભાઇ ઠાકર, એડવાઇઝરી બોર્ડ મેમ્‍બર અરવિંદભાઇ જોગી, વિપુલભાઇ પુજારા, પ્રશાંતભાઇ વાઢેર, અનિલભાઇ ઘોરડા, પરેશભાઇ ભરખડા, જયસુખભાઇ ધંધુકીયા, મયુરભાઇ કંસારા તથા વિશાળ સંખ્‍યામાં સભાસદો ઉપસ્‍થિત રહેલ. મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરાયા બાદ સંસ્‍થાની માહીતી નિતેષભાઇ ડોડીયાએ અને આંકડાકીય માહીતી ભરતભાઇ ગઢીયાએ રજુ કરી હતી. શાખા કર્મચારીઓએ સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી તમામ સભાસદોને ગીફટ વિતરણ કર્યુ હતુ.

(1:16 pm IST)