Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગાંધીગ્રામના મયુરસિંહે વધુ ૧૧ વાહન ચોરી કબુલીઃ આંકડો ૨૦ સુધી પહોંચ્‍યો

જેમાં ચાવી રાખી મુકાઇ હોય તેવા વાહનો ચોરી લઇ મફતના ભાવે વેંચી નાંખી મોજશોખમાં પૈસા ઉડાડવાની ટેવઃ કુલ ૫.૮૦ લાખના ૨૦ વાહનો કબ્‍જે થયા : નુભાઇ બસીયા, અર્જુનભાઇ ડવ, શબ્‍બીરભાઇ મલેક અને શક્‍તિસિંહ ગોહિલની બાતમી

ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૬: ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી પાસે શાષાીનગર-૭માં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં મયુરસિંહ બાબભા ગોહિલ (ઉ.૨૯) નામના શખ્‍સને ગાંધીગ્રામ પોલીસે અગાઉ ત્રણ વાહન ચોરીમાં પકડયા બાદ વિશેષ પુછતાછમાં બીજા છ વાહનોની ચોરી કબુલી હતી. પોલીસે કુલ અઢી લાખના નવ વાહનો કબ્‍જે કર્યા હતાં. એ દરમિયાન કોન્‍સ. કનુભાઇ બસીયા, અર્જુનભાઇ ડવ, શબ્‍બીરભાઇ મલેક અને શક્‍તિસિંહ ગોહિલને બાતમી મળી હતી કે હજુ વધુ કેટલાક વાહનો મયુરસિંહે ચોરી કર્યા છે. તેના આધારે વિશેષ પુછતાછ થતાં વધુ ૧૧ વાહનોની ચોરી કબુલતાં આ વાહનો પણ કબ્‍જે કરાયા છે. આ રીતે કુલ રૂા. ૫,૮૦,૦૦૦ના ૨૦ ચોરાઉ વાહનો કબ્‍જે કરાયા છે.

આ વાહનોમાં તેણે જીજે૦૩જેપી-૦૯૩૭ એક્‍ટીવા શાષાીનગર-૯માંથી, જીજે૦૩કેજે-૦૭૧૯ એક્‍ટીવા કેકેવી હોલ પાસેથી, જીજે૦૩કેએસ-૯૭૬૯ નંબરનું એક્‍ટીવા રોયલ પાર્ક કૃષ્‍ણાશ્રય હવેલી સામેથી, જીજે૦૩એલએ-૮૭૫૨ નંબરનું એક્‍ટીવા રૈયા રોડ વિમાનગર-૩માંથી, જીજે૦૩ડીએફ-૦૯૧૩ હોન્‍ડા શાષાીનગર-૧૧ લિજ્જત પાપડ પાછળથી, જીજે૦૩ઇએસ-૭૭૮૮ નંબરનું હોન્‍ડા જાગનાથ-૨૫માંથી, જીજે૦૩કેજી-૦૫૭૩ હોન્‍ડા બી.ટી. સવાણી હોસ્‍પિટલ પાછળથી, જીજે૦૩કેએલ-૬૧૧૨ હોન્‍ડા યુનિવર્સિટી રોડ અતુલ વર્કશોપ પાસેથી, જીજે૦૩એફએસ-૬૩૧૨ હોન્‍ડા ઇન્‍દિરા સર્કલ મધુભાઇ ચેવડાવાળા પાછળથી, જીજે૦૩કેક્‍યુ-૬૫૨૬ હોન્‍ડા રાણી ટાવર  પાસે ક્રિસ્‍ટલ મોલ સામેથી અને જીજે૦૩ડીઇ-૨૧૨૮ હોન્‍ડા રૈયા રોડ અલ્‍કાપુરી મેઇન રોડ પરથી ચોરી કર્યુ હતું. છેલ્લા પાંચથી સાત મહિનામાં તેણે આ વાહનો ચોરી કર્યા હતાં.

આ તમામ એવા વાહનો હતાં જેમાં ચાલકોએ ચાવી રાખી મુકી પાર્ક કર્યા હતાં. મયુરસિંહ આવા વાહનો ચોરી ફાયનાન્‍સમાંથી ખેંચેલા છે, સસ્‍તામાં દેવાના છે...તેવી ખોટી વાતો કરી પાણીના ભાવે વેંચી દેતો હતો અને જે રૂપિયા આવે તે મોજશોખમાં ઉડાવી દેતો હતો. પોલીસે અપીલ કરી છે કે લોકોએ પોતાના વાહનો લોક કરીને રાખવા અને ચાવી ભુલથી પણ રહી ન જાય તેનો ખ્‍યાલ રાખવો. તેમજ શક્‍ય હોય તો રહેણાક વિસ્‍તાર, શેરીઓમાં, એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરી લેવી.પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના માર્ગદર્શન હેઠળ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, સલિમભાઇ મકરાણી, કોન્‍સ. ભરતભાઇ ચોૈહાણ, શબ્‍બીરભાઇ મલેક, ગોપાલભાઇ પાટીલ, કનુભાઇ બસીયા, શકિતસિંહ ગોહિલ અને અર્જુનભાઇ ડવએ આ કામગીરી કરી હતી.

ગાંધીગ્રામ પોલીસની ટીમને આ નોંધપાત્ર કામગીરી બદલ ઉચ્‍ચ અધિકારીઓએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(1:20 pm IST)