Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આસ્‍થા ચોકડીએ નયન ચોૈહાણને ત્રણ શખ્‍સે ધોકાવ્‍યોઃ હાથના પંજામાં ફ્રેકચર

નયનના ભાઇ સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી સંજય પરમાર, રાહુલ દવેરા અને અજાણ્‍યાએ માર માર્યો

રાજકોટ તા. ૧૬: મવડી રીંગ રોડ ફોર્ચ્‍યુન હોટેલ પાછળ સરસ્‍વતિનગર-૧૭માં રહેતાં અને સેન્‍ટીંગ કામની મજૂરી કરતાં   નયન જીવરાજભાઇ ચોૈહાણ (ઉ.૨૮)ને સાંજે સાડા આઠેક વાગ્‍યે ૧૫૦ રીંગ રોડ આસ્‍થા ચોકડીએ હતો ત્‍યારે આંબેડકરનગરના   સંજય છગનભાઇ પરમાર, રાહુલ દવેરા અને એક અજાણ્‍યા શખ્‍સે મળી ગાળો દઇ ઝઘડો કરી ધોકાથી માર મારતાં જમણા હાથનો પંજો ભાંગી ગયો હતો.

નયન સારવાર માટે દાખલ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ વી. એન. મોરવાડીયાએ નયનની ફરિયાદ પરથી ત્રણેય શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. નયને જણાવ્‍યું હતું કે અગાઉ તેના ભાઇ સાથે આરોપીઓને ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી પોતાને ગાળો દઇ ઢીકાપાટુનો અને ધોકાથી માર મારવામાં આવ્‍યો હતો તેમજ ફડાકા પણ માર્યા હતાં.

જામનગર રોડ પર મનુભાઇને પુત્ર અર્જુને માર માર્યો

જામનગર રોડ પર એરપોર્ટ બગીચા નજીક રેલનગર જવાના રસ્‍તા પર ઝૂપડામાં રહેતાં મનુભાઇ માવજીભાઇ વેજલીયા (ઉ.૫૦)ને તેના પુત્ર અર્જુને ઝડઘો કરી સળીયાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(1:21 pm IST)