Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાજપ યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં તીરંગા યાત્રા

રાજકોટ : દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષોમાં દેશના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્‍યા છે અને અંત્‍યોદયના ઘ્‍યેયને હાંસલ કરવાની દિશામાં દેશ વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈઓને સ્‍પર્શી સતત પ્રગતિના પંથે આગળ વધી રહયો છે. ‘સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ'ના માઘ્‍યમથી દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યોથી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના તમામ વોર્ડમાં તીરંગા યાત્રા યોજાઈ હતી. આ તીંરંગા યાત્રાનો પ્રારંભ વિવિધ વોર્ડમાં કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, જીતુભાઈ કોઠારી, ડો.પ્રદીપ ડવ, ડો. ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્‍વાજ, રક્ષાબેન બોળીયા, કશ્‍યપ શુકલ, ડો. જૈમનભાઈ ઉપાઘ્‍યાય, ડો.દર્શીતાબેન શાહ, પુષ્‍કર પટેલ, સુરેન્‍દ્રસિંહ વાળા, અતુલ પંડીત, ડો.અતુલ પંડયા  સહીતના અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી તીરંગા યાત્રાનો પ્રારંભ કરાવી જોડાયા હતા. અને આ શહેર ભાજપ યુવા મોરચા આયોજીત આ તીરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તીરંગા યાત્રાને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના માર્ગદર્શન હેઠળ  યુવા મોરચાની ટીમે જહેમત ઉઠાવી હતી અને આ તીરંગા યાત્રામાં શહેરના હોદેદારો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્‍યો સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાયા હતા.

(1:24 pm IST)