Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ઉત્‍સવ ગ્રુપ દ્વારા ર૧મીએ ‘‘એક રૂમ રસોડું'' નાટકનો શોઃ મેમ્‍બરશીપ ચાલુ

રાજકોટ તા. ૧પઃ છેલ્લા સાડા ત્રણ દાયકા નાટ્‍યશોનું આયોજન કરતી ઉત્‍સવ ગૃપે રાજકોટમાં સારી ચાહના મેળવેલ છે. મુંબઇના શ્રેષ્‍ઠ નાટકો રાજકોટ આંગણે લાવીને ટીવી ફિલ્‍મોના જાણીતા કલાકારોના સફળ નાટકો રાજકોટમાં લાવ્‍યા છે. દર માસે એક શો આયોજનની પરંપરા ઉત્‍સવ નિભાવતા તા. ર૧ ના મંગળવારે રાત્રે ૯-૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ‘એક રૂમ રસોડું' નાટકના શોનું આયોજન કરેલ છે.

ઉત્‍સવ ગૃપના પ્રમુખ દિનેશ વિરાણી જણાવે છે કે આ ડ્રામા એક મધ્‍યમ વર્ગના પરિવારની છે જે પોતાનું નાનું ઘર બનાવીને પરિવારને આનંદ આપવા માંગે છે. ઉત્‍સવ ગૃપ તેના વિશાળ સભ્‍યો માટે અવનવા આયોજન કરી રહ્યા છે ત્‍યારે રંગભૂમિની સેવા સાથે આપણી માતૃભાષાના નાટકો દરેક મા-બાપે તેના સંતાનોને બતાવવા જોઇએ. ખાસ યુવા વર્ગે આવા નાટકો જોવા જોઇએ. હિન્‍દી ફિલ્‍મોના સુપ્રસિધ્‍ધ સર્જક ઉમેશ શુકલનું સર્જન છે કે જેમણે ‘ઓ માય ગોડ' અને ‘૧૦ર નોટ-આઉટ' જેવી ફિલ્‍મો નિર્માણ કરી હતી. તેમના આ નાટકે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે તે પ્રયોગ રાજકોટ ખાતે ઉત્‍સવ લાવી રહ્યું છે, અચુક જોવા આવશો. આ નાટક ટીવી-ફિલ્‍મો જાણીતા કલાકારો જયેશ મોરે, રિધ્‍ધી નાયક, મીરા આચાર્ય, નેહાયકાઇ, સૌનીલ દરૂ, કમલેશ ઓઝા જેવા જાણીતા કલાકારો અભિનય આપી રહ્યા છે. પરિવાર સાથે આ નાટક માણવા જેવું છે.

વિશેષ વિગત માટે દિનેશ વિરાણી ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર અથવા ઉત્‍સવ ગૃપની ઓફિસ ૧૦ર, વર્ધમાન ટ્રેડ સેન્‍ટર, ફૂલછાબ ચોક ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ વચ્‍ચે રૂબરૂ સંપર્ક સાધવો. ઉત્‍સવ ગૃપની વાર્ષિક મેમ્‍બરશીપ મેળવવા માંગતા એ પણ સંપર્ક કરવા જણાવાયું છે. 

(1:26 pm IST)