Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

શહેર ભાજપ રમત-ગમત સેલ દ્વારા સ્‍વીમીંગ સ્‍પર્ધા

શહેર ભાજપ રમત-ગમત સેલના સંયોજક કૌશીક અઢીયા અને પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક જયદીપસિહ સરવૈયાની યાદીમાં જણાવાયું છે કે વિશ્‍વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી યુવાનોને રમત-ગમત અને ખેલદીલી પ્રત્‍યે હંમેશા પ્રોત્‍સાહીત કરતા રહયા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ  ખેલ સંસ્‍કૃતીનો વિકાસ થાય અને ખેલદીલીને પ્રોત્‍સાહન મળે તેવા આશયથી  સાંસદોને પોત- પોતાના સંસદીય મતક્ષેત્રમાં ‘સાંસદ ખેલ સ્‍પર્ધા'નું આયોજન કરવાનું આહવાન કરેલ. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ રમત-ગમત સેલ દ્વારા ‘સાંસદખેલ સ્‍પર્ધા'નું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત  શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નેતૃત્‍વમાં ‘સાંસદ ખેલ સ્‍પર્ધા' હેઠળ ડો. ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્‍વીમીગ પુલ, બાલાજી હોલ પાછળ, ૧પ૦ ફુટ રોડ  ખાતે સ્‍વીમીંગ સ્‍પર્ધા યોજાયેલ હતી. આ તરણ સ્‍પર્ધામાં પ૦થી વધુ બાળ તરવૈયાઓએ ભાગ લીધેલ. આ તકે ઉમેશ રાજયગુરૂ, હીરેન ગોસ્‍વામી, રમતગમત સેલના કૌશીક અઢીયા, જયદીપસિહ સરવૈયા, જયભાઈ ચૌહાણ, હેમાંશુ મહેતા, માર્વિક ત્રિવેદી, મયંક ત્રિવેદી, મયુર ટોળીયા, કેયુર રાજયગુરૂ, સિઘ્‍ધાર્થ વ્‍યાસ, ભરતસિહ પરમાર સહીતના ઉપસ્‍થિત રહયા હતા. દરમિયાન આજે તા.૧પના બુધવારે રેસકોર્ષ વ્‍યાયામ શાળા  ખાતે ડેડલિફટ સ્‍પર્ધા,  વીર સાવરકર ઈન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે સૂર્ય નમસ્‍કાર,  તેમજ સાંજે પ કલાકે - બાલભવન ખાતે સાંજે સ્‍કેટીંગ સ્‍પર્ધા યોજાશે.

(1:34 pm IST)