Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નંદન કુરિયર સર્વિસનો ૧૦માં વર્ષમાં પ્રવેશ : દેશભરમાં ૯૦૦થી વધુ બ્રાન્ચ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા. ૧૬ : ગુજરાત સ્થિત દેશની નંબર૧ ગણાતી કુરિયર કંપનીની નંદન કુરિયરે તેની નિરંતર સેવાના નવ વર્ષ પૂર્ણ કરી દસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહી છે. વિતેલા વર્ષમાં શ્રી નંદન કુરિયર લિમિટેડ તેના ટર્નઓવરમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાવ્યો છે. અને જે રેકોર્ડબ્રેક છે. સમગ્ર દેશમાં ૯૦૦થી વધુ બ્રાંચો ધરાવતી શ્રી નંદન કુરિયર લિમિટેડ કંપની, બેકિંગ, ટ્રાન્સપોર્ટ, કોર્પોરેટ સહિતની ગવર્મેન્ટ સર્વિસીસમાં પણ કાર્યરત છે.

નિરંતર સેવાની પર્યાય શ્રી નંદન કુરિયરે કોરોનાના દોઢ વર્ષથી વધુના કપરા સમયમાં પણ સમગ્ર દેશમાં ખૂણે ખૂણે સર્વિસ આપેલ અને આવા જ અભિગમ સાથે વિસ્તરેલી શ્રી નંદન કુરિયર તેની સ્થાપનાના ૯ વર્ષના ટૂંકા ગાળામાં ગ્રાહકોનો વિશ્વાસ જીતી હાલ દેશની નંબર ૧ કંપની બની છે. કંપનીની શરૂઆત ૧૫ જૂન ૨૦૧૩ના રોજ માત્ર આઠ બ્રાંચ સાથે થઇ હતી અને આજે દેશભરમાં ૯૦૦થી વધુ બ્રાંચ સાથે ૯ વર્ષના ટૂંકા ગાળામાં પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની બનાવી અને ગુજરાતની એક માત્ર લિમિટેડ કુરિયર કંપની હોવાની સિધ્ધી મેળવી છે.

એમિનન્સ એવોર્ડ, સીએસઆર એકસલેન્સ એવોર્ડ અને ગુજરાત લીડરશીપ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ કંપનીએ મેળવ્યા છે. એટલુ જ નહીં દેશની સૌથી મોટી પબ્લિક સેકટર અને સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત ઝોનનું કુરિયર સર્વિસનું કામ પણ શ્રી નંદન કુરિયર કરી રહી છે. ઉપરાંત આડીબીઆઇ સહિતની જાણીતી બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ તેમજ નામાંકિત કંપનીઓ-ઇન્સ્ટ્યિુટ્સને પણ સર્વિસ પુરી પાડે છે. ઉપરાંત ગુજરાત સરકારનો ટ્રાન્સપોર્ટેશન વિભાગ હેઠળનો એસ.ટી.બસોમાં એસ.ટી.પાર્સલનો કોન્ટ્રાકટ પણ શ્રી નંદન કુરિયરે મેળવ્યો છે.

કંપનીના ચેરમેન જણાવ્યુ કે, અમારી નિરંતર સેવાના આ નવ વર્ષે માટે અમે અમારા માનવંતા ગ્રાહકો અને અમારા તમામ કર્મચારીઓ આભાર માનીએ છીએ. ગ્રાહકોના વિશ્વાસ અને અમારા કર્મચારીઓની અથાગ મહેનતના પરિણામે અમે ગત વર્ષે ટર્ન ઓવરમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાવી ચૂકયા છે. જે અમારા માટે કુરિયર ઇન્ડસ્ટ્રી માટે એક સિધ્ધિ સમાન છે.

(3:16 pm IST)